
કચ્છના નાનારણમા રાજકીયવગ ધરાવતા મોટામાથાઓ દ્રારા ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમીથી નાયબ વનસંરક્ષક ઘુડખર અભ્યારણ્ય ધાંગધ્રા આવેદન પાઠવી આંદોલનની ચીમકી?
કચ્છના નાના રણમાં ગેરકાયદેસર પેશકદમી કરી ધમધમતા મીઠાના અગરોથી માછીમારો ખેડૂતો માલધારીઓના પશુઓને મુશ્કેલી આઠ ગામના લોકોની તંત્રને રજૂઆત આંદોલનની ચીમકી?
કચ્છના નાનારણ વિસ્તારમાં ધુડખર અભ્યારણની જમીનોમા મોટામાથાઓ દ્રારા ગેરકાયદેસર પેશકદમી કરી મીઠાના અગરો બનાવી કબજો કરી લેતામાલધારીઓના પશુપાલન ઊંટ સહિતના પાલતુ પશુઓના નિભાવ અને આવાગમન માટેના રસ્તાઓ બંધ થઈ જવાથી માલધારી વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી ગાગોદર, કાનમેર સહિતના દસ ગામના અગ્રણીઓએ ભચાઉ પ્રાંત કચેરી બાદ નાયબ વન સંરક્ષકશ્રી કચેરી ઘુડખર અભ્યારણ્ય ધાંગધ્રા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું લેખિત રજૂઆત કરી મીઠાના અગરો ઉપર કાર્યવાહી થવા માગ કરી હતી. રજૂ કરાયેલા આવેદનપત્રમાં જો તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી તા ૧૨ ફેબ્રુઆરી થી આ વિસ્તારની રણકાંઠાએ દર્શાવેલા નામો વાળા તમામ અનશન પર ઉતરવાની લેખિત જાણ કરવામાં આવી હતી તંત્રને પાઠવેલ આવેદન પત્રમાં દાવો કરાયો છે કે છેલ્લા ઘણા સમયથી રાજકીયવગ ધરાવતા મીઠાના અગર ધારકો નાના રણમાં દબાણ કરતા, ચાલુ વર્ષમાં અત્યાર સુધી તમામ દરીયાના પાણીની અવર જવરની ક્રિકો બંધ કરી નાખી છે અને માલધારીઓના પશુધન ઊંટ, ગાય, ભેસ, તથા અન્ય પશુધન ચેરવનસ્પતી ઘાસનું ચારિયાન કરી શકતા નથી અને પુષ્કળ પ્રમાણમાં જંગલ હતું તેનો મોટામાથાઓએ પેશકદમી કરી નાશ કર્યો છે માલધારીઓના પશુઓ ગાય ભેંસ બકરા- ઘેટા વિગેર સુકા ધાસ ખાઈને જીવન ચલાવી શકે છે પરંતુ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેર વનસ્પતી છે. ચેરના વન તરફ મીઠાના દબાણોના કારણે ઊંટ માલધારીઓ ઉપર વધારે અસર જોવા મળે છે. તેમજ રણ વિસ્તારના ખુડખર અભ્યારણના પ્રાણીઓને કુદરતી રહેણાંક માં અસર પડી શકે છે. પશુઓના જીવન ને સત્યનાશ કરી રહયા છે રણ કાંઠા વિસ્તરના માલધારીઓ અને માછીમાર પરિવારોને પણ મોટી અસર પડી રહી છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા તંત્રમાં આઠ ગામના લોકોએ રજૂઆત કરી હતી. જેમાં અરજ કરતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ જિલ્લા અધ્યક્ષશ્રી શીવુભા દેશળજી જાડેજા રામજી રાણા ભાટી વીરમભાઈ જખરાભાઈ રબારી (ભુવાજી) અભરામ હુસૈન જેડા માળીયા મિંયાણા ભરતભાઈ ખેંગાભાઈ પાટડીયા કિશોરસિંહ ભાવસિંહ જાડેજા ડાયાભાઈ વિશાભાઈ રજપુત બળદેવ ગેલાભાઈ રાઠોડ દ્વારા આગામી તા ૧૨ ફેબ્રુઆરીએ આઠ ગામના લોકોએ અનશન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી