મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશી દારુ વેચવો હોય તો પોઈન્ટ દીઠ માસીક પચ્ચીસ હજાર બીટ જમાદારને પ્રસાદી સહિત લાખનો ચાંદલો કરાતો હોવાની લોકચર્ચા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશી દારુ વેચવો હોય તો પોઈન્ટ દીઠ માસીક પચ્ચીસ હજાર બીટ જમાદારને પ્રસાદી સહિત લાખનો ચાંદલો કરાતો હોવાની લોકચર્ચા

મોરબી પીપળીરોડ ધુંટુરોડ લાલપર લખધીરપુર રોડ પર ગાંધીના ગુજરાતમા ખાખીની રહેમનજર હેઠળ દેશી દારુના ખુલ્લેઆમ હાટડાઓ ફુલ્યા ફાલ્યાની ચર્ચા

 

મોરબીમા જાણે દારુબંધીનો કાયદો અસ્તિત્વમા જ ન હોય તેવી રીતે પીપળીરોડ લાલપર લખધીરપુર રોડ ધુટુ નીચીમાંડલ હરીપર કેરાળા સહિત અનેક સ્થળે દેશીદારુના હાટડાઓ ખુલ્લેખામ ધમધમી રહયા હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે

ત્યારે મોરબી તાલુકા વિસ્તારમા દેશીદારુનો પોઈન્ટ ચાલુ કરવો હોય તો એક પોઈન્ટ દીઠ પચ્ચીસ હજાર જે તે વિસ્તારના બીટ જમાદારને પ્રસાદી આપ્યા બાદ અન્ય ડી સ્ટાફ પોલીસ અધિકારીઓ સહિત એક પોઈન્ટ મહિને એક લાખનો ચાંદલો કરી ખુલ્લેઆમ ગાંધીના ગુજરાતમા દેશી દારુનુ વેચાણ થતો હોવાનો અને આ વિસ્તારમા પચ્ચાસથી વધુ દેશી દારુના પોઈન્ટ ખોલ્લી દારુનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે

ત્યારે આ વિસ્તારોમા સીરામીકના કારખાના હોવાથી પરપ્રાંતીય મજુરો મોટા પ્રમાણમા મજુરી કરતા હોવાથી આખો દિવસ મજુરી કર્યા બાદ સાંજે મુરધી અને દારુ પીવાની ટેવ ધરાવતા હોવાથી આ વિસ્તારોમા સાંજ પડે એટલે દારુ અને મુરધીના પોઈન્ટ પર પડાપડીનો માહોલ જોવા મળે છે ત્યારે ખાખીની મહેરબાની અને સ્વાર્થથી ચાલતા આ ગોરખધંધાથી અનેક પરીવારો ક્રાઈમના શીકાર બને છે અને પીડાતા હોવાની લોક ફરીયાદ ઉઠી છે ત્યારે જો સ્ટેટ મોનિટરીંગ સેલ જેવી ટીમ તપાસ કરે તો કેટલાયના તપેલા ચડી જાય તવી લોકચર્ચાએ જોર પકડયુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here