
મોરબી ટ્રાફિક પોલીસે રૂ ૯૯૪૦ ની રોકડ રકમ મૂળ માલિકને પરત સોપી શાળાના વિધાર્થીઓને રકમ મળતા ટ્રાફિક પોલીસને સોપી પોલીસે વિધાર્થીઓના હસ્તે પરત સોપી ઈમાનદારીનુ ઉદાહરણ આપ્યુ
મોરબીના શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થીઓને ચાર-પાંચ દિવસ પૂર્વે રૂ ૯૯૪૦ ની રોકડ રકમ મળી હતી ત્યારે બાળકોએ ઈમાનદારી દાખવી શાળા પાસે હાજર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર વી એમ લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ ડી બી ઠક્કર અને હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને સોપી હતી
જેથી ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સમાચાર માધ્યમના મારફત રોકડ રકમ મળી હોવાની માહિતી અપાઈ હતી અને પુરાવા આપી ટ્રાફિક શાખાનો સંપર્ક કરી મૂળ માલિકને રકમ પરત મેળવી જવા જણાવ્યું હતું ત્યારે શકત શનાળા ગામના દિનેશભાઈ ખીમશંકર ઠાકર (ઉ.વ.૭૬) વાળાએ ફોન દ્વારા જે રોકડ રકમ મળી છે તેમની હોવાનું જણાવ્યું હતું જેથી તેને શનાળા સ્કૂલ પાસે બોલાવી ખરાઈ કરીને શાળાના પ્રિન્સીપાલ રેણુકાબેન, રાજેશભાઈની હાજરીમાં પરત આપી હતી ત્યારે મૂળ માલિકે પણ શાળાના બાળકોની ઈમાનદારી તેમજ ટ્રાફિક પોલીસના જવાનોની કામગીરીને બિરદાવી હતી