મોરબી વીસીપરામા રહેતા શાહનવાઝ આરીફ મોટલાણીએ સાત વર્ષની નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી સાથે ઇબાદત કરતા મેમણ પરીવારે ફૂલહાર કર્યા

મોરબી વીસીપરામા રહેતા શાહનવાઝ આરીફ મોટલાણીએ સાત વર્ષની નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી સાથે ઇબાદત કરતા મેમણ પરીવારે ફૂલહાર કર્યા

તાજેતરમા મુસ્લીમ બીરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમો રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી મસ્જિદોમાં નમાજ તરાવીહ અદા કરીને પવિત્ર રમજાન માસ દરમ્યાન વહેલી સવારે રોઝુ બંધ કરી શહેરી બાદ ખાવા પીવાનુ બંધ કરીને સાંજના સમયે રોઝુ ખોલી ઈફતારી કરી આમ ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહીને પરવરદિગારની બંદગી કરે છે આ ધોમધખતા ગરમીના તાપમા રોઝા રાખવા ખુબજ મુશકેલ બને છે ત્યારે આ રમજાનના પવિત્ર માસમા નાના નાના ભુલકાઓ પણ અલ્લાહ તઆલાની બંદગી કરવાનુ ચુકતા નથી અને આખા દિવસનુ રોજુ રાખે છે ત્યારે મોરબી વીસીપરામા રહેતા શાહનવાઝ આરીફ મોટલાણીએ સાત વર્ષની નાની ઉમરે ધોમધખતા તાપમા ૧૪ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહી રોજુ રાખીને પરવરદિગારની બંદગી કરી હતી ત્યારે મોઈનુદિને વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે રોઝુ ખોલી ઈફતાર કરી પરીવારે સાથે મળી દુવા માંગી હતી અને ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા રોઝુ રાખતા મેમણ પરીવારે ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here