મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા બોગસ ચલણી જાલીનોટ કેશમા આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયા કોર્ટમા કેશ ચાલી જતા શંકાનો લાભ આપી છુટકારો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા બોગસ ચલણી જાલીનોટ કેશમા આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયા કોર્ટમા કેશ ચાલી જતા શંકાનો લાભ આપી છુટકારો

મોરબી સીટી એ ડીવીઝન તા. ૦૩/૦૪/૨૦૧૯ ના રોજ ફરીયાદ જાહેર કરી આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી આરોપી પોતાના હવાલાવાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં રૂા. ૨૦૦૦/- દરની નોટ નંગ ૪૦ તથા રૂા. ૧૦૦/- દર ની નોટ નંગ ૧૦૦ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે પોતાના કબજામાં રાખી તેમજ ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ જે મુજબ મોરબી સીટી પોલીસે આરોપીને તા. ૦૩-૦૪-૨૦૧૯ ના રોજ અટક કરી અને તારીખ ૦૪-૦૪-૨૦૧૯ ના રોજ નામદાર નીચેની અદાલતમાં રજુ કરી અને ત્યારથી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ તા. ૨૦-૦૭-૨૦૧૯ ના રોજ સેશન્સ કેસ નં.૭૯ /૨૦૧૯ થી સેશન્સ કેસ દાખલ થયેલ ત્યારબાદ નામદાર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સદર કેશ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સના જજશ્રી પી. સી. જોષી સાહેબશ્રીની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટશ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મેનાઝ પરમાર (એડવોકેટ ) રોકાયેલા હતા. બચાવ પક્ષના વકીલશ્રી મનિષ પી. ઓઝા ( (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપી ને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ના જજ સાહેબે આરોપી ને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here