
રાજકોટમા રવી રાંદલ પાર્કમા શ્રીનિલકંઠ મહાદેવ મંદિરા શિવકથાનુ ભવ્ય આયોજન કરાયુ
રિપોર્ટ- સુરેશ ગૌસ્વામી મોરબી
રાજકોટ માં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલ રવિરાંદલ પાર્ક માં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તા ૧૨ થી ૧૮ એપ્રિલ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ભવ્ય શિવકથા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવકથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા આ કથા માં રાજકોટ ભગવા ગ્રુપના હસુબાપુ સહિત સંતો મહંતો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભગવા ગ્રુપના સંતો મહંતો ને હસુબાપુ એ મોરબી થી પધારેલ પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખને ફૂલછાબ ના બ્યુરોચિફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંતશ્રી નાનુગીરીબાપુનું ભગવો ઓઢાડીને સન્માન કર્યું હતું કથા ના આયોજક વક્તા ભારદ્વાજબાપુ આશુતોષ અન્નક્ષેત્ર તળાજા વાળા એ ઉપસ્થિત સંતો મહંતો ને મહાનુભાવો નું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા આ શિવકથા નો લાભ આસપાસ ની સોસાયટી ના ભક્તો એબહોળી સંખ્યા માં લઇ ધન્યતા અનુભવી હતી
આ કથા ના વકતા શ્રી. ભારદ્વાજ બાપુ એ શિવકથા ને સાત દિવસ તેની સુંદર મધુરવાણી મા સંગીતનાસથવારે સંભળાવી ભક્તો ને આનંદ વિભોર કરી દિધા હતા