માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામમાથી ચાલતા મીઠું ભરેલા અને ઓવરલોડ અને તાલતત્રી વગરના ટ્રકોના ત્રાસથી ગ્રામજનોને મુક્તિ ક્યારે ? જવાબદાર તંત્ર ભરનિંદ્રામા છે કે પછી ખિસ્સા ગરમ કરી દેવાયા છે તેવી લોકચર્ચા જાગી છે

માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામમાથી ચાલતા મીઠું ભરેલા અને ઓવરલોડ અને તાલતત્રી વગરના ટ્રકોના ત્રાસથી ગ્રામજનોને મુક્તિ ક્યારે ? જવાબદાર તંત્ર ભરનિંદ્રામા છે કે પછી ખિસ્સા ગરમ કરી દેવાયા છે તેવી લોકચર્ચા જાગી છે

મળતી માહિતી અનુસાર માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામ નજીક અને બગસરાની હદમાં મોટા પાયે મીઠા ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મીઠું ઉત્પાદન કરી અને ભારે વાહનોમા પરીવહન કરવા માટે ગામ વચ્ચેથી અને ખેડૂતના સીમ રસ્તામાં ખુલ્લેઆમ પોતાના ઓવરલોડ ભારે વાહનો ચાલવાથી મીઠું ખેડુતોના ખેતરમા અને ગામમા મીઠુ ઢોરાતા ખેતીની જમીનમાં ભળી જાય છે જેથી ખેડૂતની જમીન ક્ષારયુકત અને ખારાશ વાળી બનતી જાય છે તેમજ ગામની ગૌચરની જમીનમાં ખારાશનુ પ્રમાણ વધતુ જાય છે અને રસ્તામા નજીક બગસરા પ્રાથમિક શાળા આવેલી હોય અને ૨૦૦ થી વધારે બાળકો અભ્યાસ કરતા હોવાથી અકસ્માતના ભયથી વાલીઓના શ્ર્વાસ અધ્ધર રહેતા હોય છે જયારે કોઈ અકસ્માતથી ગ્રામછનો કે બાળકોના મોત થશે તો જવાબ દારી કોની ? તેવો લોક પ્રશ્ર ઉઠયો છે તેમજ બગસરા ગામનું મુક્તિધામ તથા પાધરવાળા મેલડી માતાજીનું મંદિર સહિતની ધાર્મિક જગ્યાઓ આવેલી છે અને તેના સામે ઓવરલોડ ટ્રકોમાથી મીઠુ નીચે પડે છે ત્યા ગ્રામજનો દ્વારા અનેક વુક્ષોનુ વાવેતર કરી વૃક્ષોનો ઉછેર કરતા હોય છે પણ આ મીઠું ભરેલા ઓવરલોડ ટ્રકની ધુળ ડમરીઓ ઉડવાથી વુક્ષોનો ઉછેર થતો નથી તેમજ ગ્રામજનોના આરોગ્યને પણ મોટી હાની પહોચાડે છે આ બાબતે મોરબી જીલ્લાના તંત્ર ને એક નહિ પણ અનેક વખત ધણા વર્ષો લૈખિત રજૂઆત આવેદનપત્ર આપી ગ્રામજનો ખેડૂત અને ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરી પરંતુ આજ દિન સુધી આ દીશામા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગતું નથી પણ આજસુધી જૈસે થે તેવી પરીસ્થીતી છે શુ જવાવબાર તંત્ર ભરનિંદ્રામા છે કે પછી જવાબદાર અધિકારીઓના ખિસ્સા ગરમ કરી દેવાયા છે તેવી લોકચર્ચા જાગી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here