
પયગંબર એ ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા ﷺ ની શાન માં ગુસ્તાખી કરનાર મોરબી ની મહિલા વિરુદ્ધ અબડાસા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અને નલીયા સી.પી.આઈ.ઓફીસ માં ફરીયાદ માટે અરજી અબડાસા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી..જુઓ વીડીયો
તા- ૩૦ એપ્રિલ ૨૦૨૪ રિપોર્ટ- રફીક અજમેરી મોરબી
કચ્છના અબડાસા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળી ને નાયબ કલેક્ટર અબડાસા ને આવેદન પત્ર અને નલીયા પી આઇ ને રજુઆત કરવામાં આવી કે ટુક સમય પહેલા રામનવમીની રેલી દરમિયાન મોરબીમા એક મહિલા દ્વારા હુઝર સલ્લલ્લાહો અલેયહૈ વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરવામાં આવી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજમા રોષ ફેલાયો છે અને લાગણી દુભાઈ છે આવા અસામાજીક તત્વોને અને રેલીના આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ મહિલા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે જો જલ્દમા જલ્દ ધરપકડ કરવામાં નહિ આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે મુસ્લિમ સમાજ અમારા પયગંબર સાહેબ વીશૈ એક પણ ખોટો શબ્દ સાખી નહિ લેવાય અને કટ્ટરવાદીઓને રજાક હિંગોરાએ જણાવ્યુ હતૂ કે ઈસ્લામ માં મહિલાઓ અને બાળકો અને વૃદ્ધોનો જંગ દરમિયાન પણ નુકસાન ન પહોંચાડવાનો પયગંબર સાહેબનો હુકમ છે ત્યારે હિંગોરાએ કટ્ટરવાદી વિધર્મીઓને જણાવ્યુ કે ભારતદેશમા અશાંતી ફેલાવી બે કોમ વિરુધ્ધ વૈનસ્ય દુશમની ઉભી કરવા બાયકાંગલાઓ દ્રારા મહિલાઓને શું આગળ કરે છે આવો એવુ ઉલ્લેખ કર્યો હતો
ત્યારબાદ અબડાસા હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ પઢીયાર અને ઈકબાલભાઈ મંધરાએ જણાવ્યું હતું કે ચુંટણી પહેલા એની ધરપકડ થવી જોઈએ નહિતર અમને ના છુટકે ઉગ્ર વિરોધ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે જવા ફરજ પડશેઆ બાબતે સૈયદ સમાજના પ્રમુખ સૈયદ તકીશા બાપુ, અબડાસા તાલુકા પંચાયતના સદસ્યો જાફરભાઈ હિંગોરા અને આમદભાઈ સંગાર અને માજી સદસ્ય હાજીઆમદ હિંગોરા અને ખીરસરા સરપંચ આદમભાઈ હિંગોરા અને અભુભાઈ હિંગોરા અને સાધવ ઉપસરપંચ મામદ હુસૈન હિંગોરા નોડે સમાજના પ્રમુખ જાફરભાઈ નોડે અને હાજીજાફર સુરંગી અને અબ્દુલાશા પીરજાદા અને હાજીસાલેમામદ મૌલાના સહિત અબડાસા તાલુકાના વિવિધ સમાજોના આગેવાનો એ હાજરી આપી હતી