
રિપોર્ટ- માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર
માળીયા મિંયાણાના વેજલપર ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરાયું રૂપાલા હાય હાયના નારા લાગ્યા…જુઓ વીડીયો
વેજલપર પહોચેલા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની સાથે કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા
માળીયામિયાણાના વેજલપર ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનુ આગમન થયું હતું જેનુ વેજલપર ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની સાથે પધારેલા ક્ષત્રિયો આગેવાનોની સાથે બહોળી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા જેમા વેજલપર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની સાથે પધારેલા આગેવાનોને ફુલહાર કરીને સ્વાગત કર્યું હતું અને ધર્મરથના આગમનથી વિદાય સુધી રૂપાલા હાય હાયના નારાથી વેજલપર ગામની બજાર ગુંજી ઉઠી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષના પડઘા ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પડ્યા છે ત્યારે વેજલપર ખાતે આજરોજ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો જેનુ વેજલપર ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા રૂપાલા હાય હાયના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો