
મોરબી જીલ્લાના હળવદ પોલીસ મથકના નાર્કોટિક્સ ડ્રગ્સમાં પકડાયેલા આરોપી ભૈરવનાથ ગુર્જરનો જામીન પર છૂટકારો
મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમા એનડીપીએસ એક્ટની કલમના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભૈરવનાથ ગુર્જરની પાસે ૩ કિલો ૩૩૧ ગ્રામ ડોડાનો પાવડર અન્ય આરોપીને આપેલનો આક્ષેપ થયો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે નાર્કોટિક્સ ડ્રગ્સમાં પકડાયેલા આરોપી ભીરુલાલ ગુજરનો જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટની કલમના ગુન્હામાં આરોપી ભેરુલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુજર ને ૩ કિલો ૩૩૧ ગ્રામ પોસ ડોડાનો પાઉડર અન્ય આરોપીને આપ્યો હોવાનો આક્ષેપ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપી ભેરુલાલ ગુજર રહે. રાજસ્થાન વાળાએ મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રિક કોર્ટ જજશ્રી આર જી દેવધરા સાહેબની કોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે રેગ્યુલર અરજી કરતા ડીસ્ટ્રિક જજે આરોપી ભેરુલાલ ગુર્જરના વકીલ મનીષ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપીને રૂ. ૪૦,૦૦૦ ના શરતો ને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ત્યારે આરોપી તરફે મનીષ ઓઝા સાથે મેનાઝ પી. પરમાર વકીલ તરીકે રોકાયા હતા.