
માળીયા મિંયાણાના વવાણીયા ગામ નજીક ખનીજ માફીયાઓ દ્રારા સફેદ રેતીની ખુલ્લેઆમ ખનીજ ચોરી છતા તંત્રમૌન?
છેલ્લા બે મહીનાઓથી ખનીજચોરી કરનાર ખનીજ માફિયા કોણ? શુ આ ભુમાફિયાઓની પોલીસ કે ખાણખનીજ વિભાગ અજાણ છે કે પછી તંત્રના ખિસ્સા ગરમ કરવામા આવે છે તેવી લોકચર્ચા
માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામ નજીક છેલ્લા બે મહિનાથી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા હોય ખુલ્લેઆમ સફેદ રેતીની ચોરી થતી હોવાની લોક ફરીયાદ ઉઠી છે ત્યારે આ સફેદ રેતીની ચોરી કોના ઈશારે કરવામા આવે છે ખનીજ ચોરી કરનાર ભુમાફિયા કોણ? શુ આ ખનીજચોરીથી માળીયા મિંયાણા પોલીસ કે ખાણખનીજ ખાતુ અજાણ છે કે પછી તંત્રના મહિને હપ્તાઓ બાંધી ભુમાફિયાઓ તંત્રના ખીસ્સા ગરમ કરી રહયા છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે જો આ સફેદરેતી ચોરીના ખનન પર સ્ટેટ મોનિટરીંગ સેલ તપાસ કરે તો કેટલાઈ અધિકારીઓના તપેલા ચડી જાય તેવી લોકચર્ચા જાગી છે