
મોરબી લાતીપ્લોટ મેઈનરોડ પર પાલીકાતંત્રના પાપે વગર વરસાદે ગટરના ગંદાપાણીની રેલમછેલથી રાહદારીઓમા રોષ ફેલાયો હતો
નિંભર પાલીકાતંત્રની મહેરબાનીથી ભર ઉનાળે ગટરના ગંદાપાણીથી રાહદારીઓમા ઠંડક પ્રસરતા તંત્ર પર ફિટકાર વરસી રહયો હતો
મોરબી નગરપાલીકા તંત્ર જાણે ઉંધમા હોય અને શહેરીજનોને કનડતા પ્રશ્રોની બીલકુલ દરકાર કે તસ્દી લેતુ ન હોય તેવી રીતે મોરબી શહેરમા ગટરના ઢાંકણાઓ અનેક મુખ્યરોડ પર ખુલ્લા હોવાથી રાહદારીઓના જીવનુ જોખમ છે તેમજ શહેરમા અનેક જગ્યાએ ગંદગીના ગંજ ખડકાયા હોવા છતા સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના સપનાને લાનચ્છન લગાવે તેવી પરિસ્થિતિઓ ઠેર ઠેર જોવા મળે છે ત્યારે નગરપાલીકાના ચિફ ઓફીસર અને વહિવટદાર અધિકારી જાણે ભરનિંદ્રામા હોય તેવુ જણાતા શહેરીજનોમા રોષ ફાટી નીકળ્યો છે
ત્યારે વધુમા મોરબી લાતીપ્લોટ મેઈનરોડ પર ભર ઉનાળે ગટરના ગંદાપાણીની રેલમછેલથી રાહદારીઓમા રોષ ભભુકી ઉઠયો હતો છતા પાલીકાતંત્ર આવા ગંભીર પ્રશ્રોને ધ્યાને ન લેતા ભરનિંદ્રામા રહેલા પાલીકાતંત્ર પર શહેરીજનો ફિટકાર વરસાવી રહયા હોવાની લોક ફરીયાદ ઉઠી હતી