
મોરબીનાઆમરણ ગામે સુફીસંત હજરત દાવલશાહપીરનો ૫૩૧મો ઉર્ષ મુબારક હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવાશે
મોરબીના આમરણ ગામે હિન્દુ મુસ્લિમોની આસ્થાના પ્રતિક સુફીસંત હઝરત દાવલશાહ દુલ્હાનો ૫૩૧મો ઉર્ષ મુબારક તારીખ ૨૦-૦૫-૨૦૨૪ને સોમવારના રોજ તેમજ ઇસ્લામી જીલ્કાદ તારીખ ૧૧ ના રોજ હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવણી કરવામા આવશે આ ઉર્ષ મુબારકના ખુશીના પ્રસંગે બહોળી સંખ્યામા હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ ઉમેટી પડશે આ ઉર્ષ મુબારકમા રાત્રે ૧૦:૦૦ કલાકે દરગાહશરીફના દ્વાર સંદલ ક્રિયા માટે બંધ કરવામા આવશે અને ૧૨:૦૦ કલાકે દરગાહશરીફના દરવાજા આમજનતા માટે ખુલ્લા મુકવવામાં આવશે
ત્યારે બાદ ચાદરશરીફ સૈયદ જાકીર હુશેનબાપુના હસ્તે અને રાજકીય આગ્રણીઓ હસુભાઈ ગાંભવા જીલ્લા પંચાયતના સદસ્યના પતિ નિમેશભાઈ ગાંભવા રાજેશ ત્રિભોવન બિપીનભાઈ કચરાભાઈ પટેલ દલિત સમાજના આગેવાન મોહનભાઈ પરમાર વકીલ દિપકભાઈ પરમાર દ્રારા ચઢાવવામા આવશે અને સંદલશરીફ સૈયદ સાદાત અબ્દુલ કાદર જીવામીયા સૈયદ મજીદમિયા હૈયાતમિયા અને સૈયદ જાકીર હુશેન બાપુના હસ્તે ચઢાવવામા આવશે તેમજ ઉર્ષ મુબારકમા આમ ન્યાજ રાજકોટ વાવડી વાળા નાસીર હુસેન અને ફૈઝાને દાવલશાહ સંકુલ ધુળકોટના સહયોગથી રાખવામા આવશે આ ઉર્ષમા કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ રાખવામા આવશે અને દાવલશાહપીરનો ગામમા કે બહાગામમા કોઈપણ જાતનો ફંડ ફાળો કરવામાં આવતો નથી તેમજ દાવલશાહપીર દરગાહ ટ્રસ્ટ તથા આમરણના સૈયદ યાકુબમિયાં અહેમદમિયાં સૈયદ અબ્દુલ કાદર અહેમદમિયાં યાસીનમીયા ઈકબાલમિયાં (અલીબાબા) ઇકબાલ અબ્દુલ કાદરમિયાં તેમ આમરણ ના પત્રકાર સૈયદ બુખારી સબીરમીયા બાવામીયાની અખબારી યાદીમાં જણાવાયું છે