મોરબીમા પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતા આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા ને પોકસો કોર્ટે શીક્ષાપાત્ર ગુનામાંથી નીર્દોષ છોડવાનો હુકમ કર્યો.

મોરબીમા પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતા આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયા ને પોકસો કોર્ટે શીક્ષાપાત્ર ગુનામાંથી નીર્દોષ છોડવાનો હુકમ કર્યો

આ કામેની ફરીયાદ એ રીતે કે તા. ૩૧-૦૮-૨૦૨૦ ના કલાક ૧૭.૩૦ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દીકરી ભોગબનનાર ઉ.વ. ૧૫ વર્ષ ૧૦ માસ (જન્મ તારીખ ર૪- ૧૧-૨૦૦૪) વાળીને આરોપી ભોગબનનાર સગીરવયની હોવાનું જાણતા હોવા છતા ભોગબનનારનો અવારનવાર પીછો કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ભોગબનનાર સગીર વયની હોવાનુ જાણવા છતા શરીરસંબંધ બાંધી પકડાઇ જઇ ગુનો કરેલાનો આક્ષેપ છે. સદર કામે ફરીયાદીએ ફરીયાદ આપતા આરોપી વિરૂધ્ધ હળવદ પો. સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. સદરહુ કામે હળવદ પોલીસ દવારા આ કામના આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયાની ધરપકડ કરવામાં આવેલ. બાદમાં સદરહુ આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટશ્રી ખુશ્બુ પી.વીસાણી ને રોકવામા આવ્યા હતા

આ કામે ફરીયાદપક્ષ ફરીયાદી, તેમની ભોગબનનાર દીકરી તથા અન્ય સાહેદો ના પુરાવાઓથી ભોગબનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરશ્રી ના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી. તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલશ્રી દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ભોગબનનાર તથા તેના પરીવાર દવારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિ:શંકપણે સાત્તયસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ઘ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની નામદાર કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી પક્ષ તરફે મોરબીની યુવા એડવોકેટશ્રી ખુશ્બુ પી.વીસાણી રોકાયલા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here