મોરબીમા ધક્કાવાળી મેલડી માતાજીના ભવ્ય નવરંગ માંડવામા ચૈત્રી નવરાત્રી નિમિતે રાસગરબાની રમઝટ બોલાવી ધામધૂમથી ઉજવણી કરાઈ

મોરબીમા ધક્કાવાળી મેલડી માતાજીના ભવ્ય નવરંગ માંડવામા ચૈત્રી નવરાત્રી નિમિતે રાસગરબાની રમઝટ બોલાવી ધામધૂમથી ઉજવણી કરાઈ

મોરબી પંથકમાં શ્રધ્ધાને કોઈ પુરાવાની જરુર નથી એવા આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક શ્રીધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો તા ૩૧ ના રોજ યોજાયો હતો જેમાં ધામધૂમથી ભુવાશ્રી ના સામૈયા ને રાત્રે માંડવો યોજાયો હતો જેમાં રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ(મોટી જોગણીવાળા) એ ડાક ના તાલે માતાજી ના દુહા, ગરબા ને આખ્યાન ની રમઝટ બોલાવી હતી જેમાં માતાજી ના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ,ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ, સહિત ઉપસ્થિત રહી માતાજી ના ગુણગાન પર રમઝટ બોલાવી હતી.માતાજી ના નવરંગ માંડવો તેમજ મહાપ્રસાદ નો લાભ ૬ હજાર થી પણ વધુ ભક્તો એ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમ ના દિવસે રમેશભાઈ ભદ્રા ની ટીમ ને સંગ રાસગરબા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી ની વિકાસ વિધાલય ની ૧૦૦ થી વધુ બાળાઓ અને બહેનો મનમૂકી ને રાસ ગરબા રમ્યા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here