
કોમી એકતા અને સદભાવના સંદેશ : મદ્રસા હાઈસ્કૂલ , આણંદ મુકામે જૈન શ્વેતામ્બર તેરપંથ સમાજ દ્રારા રાત્રી રોકાણ
(મંહમદ રફિક જે દિવાન દ્વારા) કિસ્મત આણંદ તારાપુર.
આણંદ મદ્રસા જામેંઆ અરબીયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલ , આણંદ મુકામે તા . ૦૩ / ૦૪/૨૦૨૩ સોમવારનાં રોજ જૈન સમાજ દ્વારા રાત્રી રોકાણ કરાયું . જૈન સમાજના ગુરુ શ્રી આચાર્ય નેતૃત્વમાં મહાશ્રમણના રાજસ્થાનના છાપરથી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર સુધી લગભગ ૧૮૦૦ કિલો મીટરની પગપાળા યાત્રા ૫૦ સાધુઓ , ૬૦ સાધ્વીઓં અને મોટી સંખ્યામાં અનુયાયીઓ સાથે નીકળ્યા.જેના વ્યવસ્થાના ભાગરૂપે આણંદ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરી , પુરેપુરી ફેસિલિટી આપવાની બાંહેધરી આપી હતી. આ તમામ જૈન સમુદાયના સાધુ અને સાધ્વીઓએ રાત્રી રોકાણ કર્યું હતું .આપ્રસંગે જૈન સમુદાયના તમામ લોકોએ રોકાણ માટે જૈન સમાજના સંચાલકોએ સંસ્થાના પ્રમુખશ્રી વહોરા મુહમ્મદ અફઝલ મૌલાના અબ્દુલહક્ક મેન્સન મોટા | સમગ્ર સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો. મદ્રસાના નાયબ મૌલાના સાજીદ હાજી અ . રશીદ કાજલ સાથે સંમતી માંગી . તેઓએ પ્રથમ બેઠકમાં મદ્રસા હાઈસ્કૂલના દ્વાર ખોલી માનવતાનો સંદેશ પુરો પાડવામાં આવ્યો હતો। અને જૈન સમાજના સાધુ અને સાધ્વીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સ્થાના પ્રમુખ વહોરા અફઝલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે પવિત્ર રમજાન માસમાં મદ્રસા હાઈસ્કૂલે પ્રેમ , ભાઈચારા , સદભાવના અને કોમી એકતાનો સંદેશ સંસ્થાના પ્રમુખ વહોરા મુહમ્મદ અફઝલ સાહેબ , મોહતમીમ મૌલાના સાજીદ સંદેશ આપ્યો છે.જયારે જયારે દેશના હિતમાં કોમી એકતા , સદભાવના અને માનવસેવાની જરૂર પડશે ત્યારે ત્યારે સંસ્થાઓ અને મુસ્લિમ સમાજ પુરી પાડી છે અને હંમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે સતત કાર્યરત રહેશે અને અગ્રેસર રહ્યા છે અને હંમેશા રહેશે.