
મોરબીમા કાલે કોળીસમાજની વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રામા બહોળી સંખ્યામા જોડાવવા કોળીસમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાની અપીલ
મોરબીમાં સમસ્ત કોળી સમાજના ધર્મગુરુ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિતે મોરબી કોળી સમાજ દ્વારા તા.૬ ને ગુરુવારે સવારે ૮ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા જડેશ્વર મંદિર નેહરુ ગેટ થી ચુંવાળીયા કોળી સમાજ બોડિંગ જશે. બાદમાં મહાસભા બાદ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. આ શોભાયાત્રાના આયોજનમાં પ્રમુખ અજયભાઈ લાભુભાઈ વાઘાણી, વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા, ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજ સહ મંત્રી જગદીશભાઈ જી બાંભણીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ ધોઘાભાઈ સુરેલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.