
વાકાનેર સીટી પોલીસની સી ટીમે ગુમ થનાર બહેનનું પરીવાર સાથે મિલન કરાવતી માનવતા મહેકાવી
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ, મહીલા તેમજ બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમાં સંવેદનશીલ રહી કામગીરી કરવા સારૂ જણાવેલ હોય જે આધારે વાંકાનેર સીટી પો.સ્ટે.ના કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ.નાઓને મળેલ માહીતી મુજબ, એક બેન નામે ઉમા લક્ષ્મી જોષી ઉવ, ૬ર નાઓ, રાજકોટથી અમદાવાદ વચ્ચે, રેલ્વે મુસાફરી દરમ્યાન ગુમ થયેલ હોય. જે આધારે વાંકાનેર સીટી પો.સ્ટે ની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી. પો.સ્ટે. વિસ્તારના અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં તાત્કાલીક ગુમ થનાર બેનનો ફોટો બતાવી તપાસ કરવા સી-ટીમના સ્ટાફને પેટ્રોલીંગ ફરી ગુમ થનાર બાબતે હકીકત મેળવવા સુચના કરતા રાજાવડલા ગામ પાસે આવી ગુમ થનારનો ફોટો બતાવી આજુબાજુમા પુછપરછ કરતાં આ ફોટાવાળા રાજાવડલા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં જતાં જોયેલ હોવાનુ જાણવા મળતા તપાસ કરતા ડુંગરાળ વિસ્તારમાં સદરહુ ફોટા વાળા મહીલા અર્ધબેભાન હાલતમાં મળી આવેલ હોય જેઓને હોસ્પીટલમાં સારવારની જરૂરત હોય જેથી અત્રેની સી-ટીમ સદર મહીલાને વાંકાનેર સરકારી હોસ્પીટલ લઇ જઇ જરૂરી સારવાર કરાવતા સદર મહીલા ભાનમા આવેલ હોય અને પોતાનુ નામ ઉમા લક્ષ્મીબેન જોષી જણાવેલ હોય જેથી પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. પશ્ચીમ રેલ્વે અમદાવાદનાઓનો સંપર્ક કરી ગુમ મહીલા મળી આવેલ ની જાણ તેઓશ્રી ને તથા મળી આવેલ મહિલાના પરીવાર ના સભ્યો ને જાણ કરવામાં આવેલ તેમજ તેઓના પરીવારના સભ્યો સાથે ગુમ થનાર બહેના નું મિલન કરાવવામાં આવેલ છે સદરી મળી આવેલ બહેન ઉમા લક્ષ્મી જોષી ની સારવાર દરમ્યાન પરીવાર ના સભ્ય તરીકે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા સાળ સંભાળ લેવામાં આવેલ અને માનવતાની સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા તથા પોલીસ સબ ઇન્સ. ડી.વી.કાનાણી તથા એ.એસ.આઇ ભુપતસિંહ અજુભા પરમાર તથા મહિલા પો.કોન્સ. સંગીતાબેન બાબુભાઇ નાકિયા તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ પરમાર તથા પો.હેડ કોન્સ. બળદેવસિંહ મહાવીરસિંહ તથા પો.કોન્સ. તાજુદિનભાઇ માહમદભાઇ શેરસીયા સહિતના જોડાયેલ હતા