મોરબી જિલ્લાના હળવદ કરોડોની રેતી ચોરી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હળવદના પીઆઇ એમ વી પટેલ સસ્પેન્ડ કરાયા

મોરબી જિલ્લાના હળવદ કરોડોની રેતી ચોરી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હળવદના પીઆઇ એમ વી પટેલ સસ્પેન્ડ કરાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પી.એસ.આઈની ફરજ બાદ પી.આઈ.નુ પ્રમોશન મળતા ગાંધીનગર ફરજ બજાવી ફરી મોરબી જીલ્લાના હળવદ પોલીસ મથકે પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા

મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદીમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો કરોડોની રેતી ખનીજ ચોરી સાથે રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને કબજે કરવામાં આવ્યા હતા તેમજ તે વાહનોને ચલાવતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ અને મુદામાલ હાલમાં હળવદ તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો અને ૫૬ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કર્યા હતા

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે નદીમા રેતી ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમારની આગેવાનીમાં ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૨ હિટાચી, ૧૩ ડમ્પર, બે ટ્રક, ૩૩ મોબાઈલ, ૭ બાઇક સહિત કુલ મળીને ૧૨ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૫૬ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા હતા અને શા માટે અહીના અધિકારીઓને આંખ આડા કાન કરી ચુપકીદી સેવી રહયા હતા અને આ રેતી ચોરીનું દૂષણ દેખાતું નથી તે સૌથી મોટો સવાલ હતો તેવામાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ હળવદના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here