મોરબી પોલીસે વૃદ્ધ અશક્ત દિવ્યાંગ મતદાતાઓને મદદરૂપ બની મતદાન કરાવ્યું લોકશાહીના પર્વની પોલીસે પ્રજાનો મિત્ર બની કરી ઉજવણી

મોરબી તા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫
રિપોર્ટ- અરબાઝ બુખારી

મોરબી પોલીસે વૃદ્ધ અશક્ત દિવ્યાંગ મતદાતાઓને મદદરૂપ બની મતદાન કરાવ્યું લોકશાહીના પર્વની પોલીસે પ્રજાનો મિત્ર બની કરી ઉજવણી

મોરબી પોલીસનો માનવિય અભિગમ વૃદ્ધ અશક્ત દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ વધારતી મોરબી પોલીસ મતદાન મથકો ઉપર ખડેપગે

મોરબી જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી હળવદ વાંકાનેર ખાતે યોજાઈ હતી જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તેવા હેતુથી પોલીસ જવાનોને ખડેપગે રહેવા આદેશ આપ્યો હતો અને વહીવટીતંત્ર પણ ચુંટણીને પાર પાડવા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પોલીસ પણ સજ્જ બની ૨ ડીવાયએસપી ૪ પીઆઈ ૧૦ પીએસઆઇ ૧૨૦ જેટલા પોલીસ જવાનોને ખડેપગે રાખીને મતદારોને અગવળતા ન પડે મતદાન મથક સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં પહોંચે તેમ પોલીસ સ્ટાફે વૃદ્ધ અશક્ત દિવ્યાંગોને મદદરૂપ બનીને મતદાન મથક સુધી પહોચાડી મતદાન કરાવ્યું હતું તેમજ ૧૦૦ વર્ષની ઉંમરના વયોવૃદ્ધોને તેડીને મતદાન મથકો સુધી લઈ જતા પોલીસ જવાનોના દ્રશ્યો જોવા મળ્યા હતા તે પોલીસની ઉમદા કામગીરીનો ઉત્તમ ઉદાહરણ કેમેરામાં ક્લિક થયા હતા તેને સાબિત કર્યું હતુ કે પોલીસ પ્રજાની મિત્ર છે જેથી મોરબી પોલીસે લોકશાહીના પર્વની મતદારોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લા પોલીસનો માનવીય અભિગમ વાંકાનેર અને હળવદમાં જોવા મળ્યો હતો જ્યાં વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગોને મદદરૂપ બનવા મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી સમીર સારડા અને ડીવાયએસપી વી.બી.દલવાડી દ્વારા વૃદ્ધો અને મહિલાઓ માટે પોલીસ કર્મીઓને મદદ કરવાની સૂચના અપાઈ હતી તે મુજબ પોલીસે મદદરૂપ બની લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here