મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીનેકુલકિમત.રૂ.૧.૦૮.૫૨૫/-ના મુદામાલ સાથે ઝડપી લીધો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીનેકુલકિમત.રૂ.૧.૦૮.૫૨૫/-ના મુદામાલ સાથે ઝડપી લીધો

શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર થતા અન- અધિકૃત રીતે તેનો ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધકાર્યવાહીકરવાશ્રીડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, તથા પો.કોન્સ વિક્રમભાઇ ફુગસીયા, સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, તરકીયા ગામની સીમમાં એક ઇસમ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી બિન અધિકૃત રીતે કુવાઓ/રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ નીચે જણાવેલ એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગના સામાન સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ તથા તપાસમાં ખુલે તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાવીઆગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી
વનરાજભાઇ બેચરભાઇ હડાણી જાતે કોળી ઉ.વ. ૨૦ રહે. અદેપર તા. વાંકાનેર જિ મોરબી અન્ય આરોપીને પકડવાના બાકી હોય તે આરોપી ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર ને પકડવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

આરોપી પાસેથી એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા નંગ-૧૨૧ કી.રૂ ૧૮૧૫૪ તેમજ ડીટાનેટર કેપો ચળકતી ધાતુની નંગ-૩૩ કી.રૂ. 550/- એક વાદળી કલરનુ વાયરનુ દુચર (વાટ) જેમાં એકસપ્લોઝીવ પદાર્થ વાળી છે. આશરે ૧૫ ફુટ કી.રૂ.૫૦/- લાલ કલરનો એકસપ્લોઝીવ વાયર વીંટાળેલ રીલ કી.રૂ. ૧,૦૦૦/-મેસી ફર્ગ્યુશન કંપનીનુ જુના જેવુ ટેકટર 1- GJ-13-8-5525 કી.રૂ.50.000/- (૬) કમ્પ્રેસર મશીન કી.રૂ. 50.000/- (૭) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. 5000/- મળી કુલ કી.રૂ.1.08.525ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવા પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીશ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ,શ્રીએન.એચ.ચુડાસમાશ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here