
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંન્ચે દબોચી લીધો
શ્રી, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા સારૂ ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ શ્રીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણતથાશ્રીએન.એચ.ચુડાસમા એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC, સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા તથા PC વિક્રમભાઇ ફુગસીયાને સયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી નીચે જણાવેલ આરોપીને ગે.કા દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ-૦૧ તથા જીવતો કાર્ટીસ ૦૩ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે કબજો સોપ્યો હતો સીકંદરભાઇ રાયધનભાઇ મોવર મિયાણા ઉ.વ. ૩૫ રહે. વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન રમેશભાઇના દવાખાના વાળી શેરીમાં તા.વાંકાનેર જીલ્લો મોરબી વાળા પાસેથી એક
દેશી હાથબનાવટની લોખંડની મેન વાળી પીસ્તોલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
૨ જીવતા કાર્ટીસ-૦૩ કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૩૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ સેલ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી