મોરબી અયોધ્યાપુરી મેઈનરોડ પરથી મળી આવેલ લાશમા અજાણ્યા પુરુષની વાલી વારસની શોધખોળ

મોરબી અયોધ્યાપુરી મેઈનરોડ પરથી મળી આવેલ લાશમા અજાણ્યા પુરુષની વાલી વારસની શોધખોળ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અયોધ્યાપુરી મેઈનરોડ પર બાલાજી મોબાઈલની દુકાન પાસેથી મળી આવેલ અજાણ્યા પુરુષમા એ ડિવિઝન પોલીસે અપમૃત્યુના બનાવમા સીઆરપીસી કલમ ૧૭૪ મુજબના કામે મરણ જનાર કોઇ અજાણ્યો પુરુષ ઉમર આશરે ૨૮ વાળી તા.૨૫/૦૪/૨૦૧૩ ના રોજ મોરબી અયોધ્યાપુરી મેઇન રોડ બાલાજી મોબાઇલની દુકાન પાસે રોડ ઉપર કોઇ કારણસર મરણ ગયેલ હોય જે શરીર પાતળો બાંધો અને વાને ઘઉંવર્ણો માથાના ભાગે ટૂંકા કાળા વાળ તથા કબુતરી કલરનું પેન્ટ પહેરેલ છે. અને જમણા હાથે ગુજરાતીમાં રાજેશ તથા અંગ્રેજીમાં R.R.B. તથા કોણી પાસે R ત્રોફાવેલ છે સદર પુરૂષના વાલી વારસ મળી આવેલ ન હોય જેથી આ યુવાનની ઓળખ કોઈપણ વ્યકિતને થાય તો તુરંત અરવિંદભાઈ એમ ઝાપડીયા મોબાઈલ નંબર ૯૭૧૪૦૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સ્ટેશન ટેલીફોન.નંબર ૦૨૮૨૨-૨૩૦૫૮૮ ઉપર સંપર્ક કરવા વિનંતી અથવા પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા મોરબી સીટી એ ડીવીઝનપોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here