
મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી હસન જેલ હવાલે
મોરબી રવાપર રોડ પર રહેતા પરીવારની ૧૫ વર્ષની દિકરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર હસન સંધી જેલ હવાલે
મોરબી રવાપર રોડ પર રહેતા પરીવારની સગીર દીકરીનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરીન પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હસન સંધી નામના આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા એક પરીવારની ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને નાની વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં રૂમ ભાડે રાખીને આરોપી હસન સંધી નામના શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે આ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનનાર સગીરાએ આ વાત ઘરે કરી હતી ત્યારબાદ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપી હસન સંધિની ધરપકડ કરીને આરોપીને જેલમાં ધકેલી દીધેલ છે