
મોરબી જેલમાં બેઠા આરોપીએ ફોન ઉપર આધેડ પાસે બે લાખની ખંડણી માંગવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
મોરબી છેકે મિર્જાપુર જેલમાં બેઠા બેઠા ડબલ મર્ડર કેસના આરોપીએ ફિલ્મી સ્ટાઈલથી બે લાખ આપી દેજે નહીતર પતાવી દઈશ ખંડણી માંગી
મોરબીના વીસીપરામાં થયેલ ડબલ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે જેલમાં બેઠા આરોપીએ તેના ભાઈના ફોનમાં ફોન કરીને વીસીપરામાં રમેશ કોટન મિલ પાસે રહેતા અને સતવારા આધેડને ફોન ઉપર ધમકી આપી રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી આધડે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે જેલમાં રહેલા આરોપી અને તેના ભાઈની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફોન લઈને આધેડ પાસે ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરીને તેનો મોબાઈલ ફોન તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબ્જે કર્યા હોવાનું જાણવા મળેલ છે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસીપરામાં રમેશ કોટન મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારાએ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યારબાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ અલ્લારખા તાજમામદ જેડા અને ડાડો તાજમામદ જેડા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે ફરિયાદીના ડેલે ફોન લઈને ગયેલા આરોપી અલ્લારખા તાજમામદ જેડા (૨૪) રહે.માળીયા મિયાણા પોલીસ સ્ટેશન સામે વાળાની ખંડણી અને ધમકીના ગુનામાં ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે