
મોરબી જિલ્લામાં અનુ.જાતિ સાથે આભડછેટ ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ ન થતાં હોવાની રજૂઆત
મોરબી જિલ્લામાં અનુ.જાતિ સાથે આભડછેટ ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ ન થતાં હોવાની અનુ.જાતિ મોરબી જીલ્લા પ્રતિનિધી મંડળ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં મોરબીના ધુળકોટ ગામે 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીરનો નાશ કરી અનુ.જાતિ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી. અન્ય બનાવમાં ઘણા સમયથી કાલીકાનગરના અરજદારો દ્વારા પોતાના વડીલો પારજીત મિલકત સંબધે ન્યાય ના મળતા ચાલી રહેલ આંદોલનમાં ન્યાય આપવો અને મોરબીના ચાચાપર ગામે આવેલ અનુ.જાતિ સમાજના જુના રાજાશાહી વખતના સ્મશાનમાં કરેલ આવારા તત્વો દ્વારા કબ્જા બાબતે તપાસ કરી ન્યાય આપવો. તેમજ મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરેલ રજુઆતો અંગે યોગ્ય નિકાલ લાવવા અંગે અને બહાદુરગઢ ગામે કલ્પેશ ગોહિલની બેનને ગુમસુદા હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુમસુદા નોંધ થયેલ હોય છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરેલ હોય જે અંગે તપાસ કરવા અંગે તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનુ.જાતિના વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા બેફામ ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલુ હોય જે બંધ કરાવવા અંગે મોરબીના માળીયા વનાળીયા પ્રા.શાળા છેલ્લા બે વર્ષથી પાડી દીધેલ છે. જેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા અંગે તેમજ મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવી મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનો વિવિધ પ્રશ્નોને લઈ લાગતી વળગતી કચેરીમાં રજૂઆત અર્થે જતા હોય પરંતુ કચેરીઓમાં આગેવાનો સાથે પણ આભડછેટ અને દુર્વ્યવહાર રાખવા હોવાની રજૂઆત