
મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઈંગલીશ દારુના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર જેલ,સુરત હવાલે કર્યો
પોલીસ અધિક્ષક શ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન, આર્મ્સ એકટના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી જી.ટી.પંડયા સાહેબ જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના કર્મચારીઓની ટીમ બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના કરતા સામાવાળા અજીજ ઉર્ફે જીતુ સ. ઓ. દિના ઉર્જાજી કઠાત/મેરાત ઉ.વ.૩૩ રહે. માતાકી કા બાડીયા (જાક) તા. મસુદા પો.સ્ટે. પીશાગન, જિ. અજમેર (રાજસ્થાન) વાળો વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરની પકડી, ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે
આ કામગીરીમા અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા