મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ વાહન ચાલકો સામે ૩૨૩ કેસ કરી સ્થળ પર રૂ. ૧,૩૮,૪૦૦ નો સ્થળ પર દંડ વસુલ કરાયો ડાર્ક ફીલ્મ લગાડેલા ૫૦ વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ…. .

મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ વાહન ચાલકો સામે ૩૨૩ કેસ કરી સ્થળ પર રૂ. ૧,૩૮,૪૦૦ નો સ્થળ પર દંડ વસુલ કરાયો ડાર્ક ફીલ્મ લગાડેલા ૫૦ વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ…. .


મોરબી પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કર સાથે મોરબી જીલ્લા તથા શહેર ખાતે ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ દીવસ દરમ્યાન અલગ અલગ પોઇન્ટ તથા વિસ્તારમા વાહન ચેકીંગ ગોઠવી એમ.વી.એક્ટના નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીના ઝુંબેશના ભાગ રૂપે ડાર્ક ફીલ્મ લગાડીને ચલાવતા ૫૦ વાહન ચાલકોના વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી ડાર્ક ફીલ્મ રાખવા બાબતે સ્થળ દંડ કરવામા આવેલ તેમજ ચાલુ મોબાઇલે ડ્રાઇવિંગ કરતા ૨૯ વાહન ચાલકો તેમજ હાઇવે ઉપર હેલ્મેટ વગર ટુ વ્હિલર ચલાવતા ૧૩ વાહન ચાલકો તેમજ રોડ રસ્તામા અડચણ રૂપ પાર્કીંગ કરતા ૩૭ વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ માન્ય એચ.એસ.આર.પી.નંબર પ્લેટ લગાવ્યા વગરના ૯ વાહન ચાલકો એમ અલગ અલગ M.V.ACT હેઠળ ૩૨૩ કેસ કરી સ્થળ પર રૂ. ૧,૩૮,૪૦૦/- સ્થળ પર દંડ વસુલ કરવામા આવેલ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ. વગર વાહન ચલાવતા ૨૮ વાહન ચાલકોના વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ આર.ટી.ઓ ડીટેઇન મેમા આપવામા આવેલ તેમજ ગતિમર્યાદા ભંગ કરતા પુર ઝડપે ચલાવી રાહદારીની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ રોડ ઉપર અકસ્માત થાય તેવી રીતે પાર્કીંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ IPC કલમ ૨૭૯ તથા IPC ૨૮૩ મુજબના કેસ કરવામાં આવેલ તેવુ ટ્રાફીક શાખાની યાદીમા જણાવવામાં આવેલ. તેમજ ટ્રાફીક પોલીસ શાખાની યાદીમાં વિશેષ જણાવાયુ છે કે મોરબી શહેર અને જીલ્લાની તમામ જાહેર જનતાને જણાવાનુ કે એમ.વી.એક્ટ મુજબ ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ તેમજ વાહનમા આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ તથા ફીલ્મ લગાવવી તેમજ પોતાના વાહન કોઇ નો-પાર્કીંગ કે પછી અડચણ રૂપ જગ્યાએ પાર્કીંગ કરવુ નહી. તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહી અને વાહનના કાગળો સાથે રાખવા અને હાઇવે ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમા વાત કરવી નહી આમ ટ્રાફીક નીયમોનુ પાલન કરવુ તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન નહી કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here