મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ૨૫ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદરૂપ થતી મોરબી પોલીસ..જુઓ વીડીયો

મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ૨૫ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદરૂપ થતી મોરબી પોલીસ

મોરબી છઠ્ઠા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આજરોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે મોરબી જિજ્ઞાના વિવિધ પરીઆ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાયેલ જેમાં મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૩ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવેલ તેમજ (૧) જુના બસ સ્ટેન્ડ (૨) નવા બસ સ્ટેન્ડ (૩) રેલ્વે સ્ટેશન ખાતે
૬ મોટર સાઇકલ તથા ૨- બોલેરો વાહન રાખેલ જે વાહનો દ્વારા મોરબી શહેરના જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો તેમજ વાંકાનેર તથા હળવદના પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-૨૫ જેટલા ઉમેદવારોને મોરબી પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચાડવામાં આવેલ તેમજ ઉમેદવારોને પડતી મુશ્કેલીઓમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવેલ.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here