
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાની અઢી વર્ષની બાળકીનું ખાખરેચી ગામેથી અપહરણ ફરીયાદ નોંધાઈ
પ્લાસ્ટિકની વસ્તુઓનો વેપાર કરતા પરિવારની માસૂમ બાળકી ગુમ થયા બાદ મળી ન આવતા અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને માળીયાના ખાખરેચી ગામે પ્લાસ્ટિકની વસ્તુઓ વહેંચવા ગયેલા પરિવારની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બહાર આવી છે જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટક વેપાર કરતા પરિવારની માસૂમ બાળકી ગુમ થયા બાદ મળી ન આવતા અજાણ્યા શખ્સ સામે અપહરણની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે માળીયા મી.પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બકડીયા ડોલ,તગારા જેવી પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટકમાં વેપાર કરતો પરિવાર ગત તા.૮ના રોજ ચરાડવાથી માળીયાના ખાખરેચી ગામે વસ્તુઓ વેચવા માટે ગયો હતો દરમિયાન આ પરિવારની મહિલા સહિતના સભ્યો ખાખરેચી ગામે રામાપીરના મંદિર પાસે પડાવ નાખીને બપોરે ત્યાંજ જમીને સુતા હતા ત્યારે પરિવારની મહિલા અચાનક જાગીને જોતા તેમની અઢી વર્ષની બાળકી જે ત્યાં રમતી હતી તે ગુમ જોવા મળી હતી જેથી મહિલાએ પોતાના અન્ય બાળકો તેમજ જેઠાણી અને સાસુને પૂછપરછ કરી હતી પણ બાળકીનો પત્તો લાગ્યો ન હતો તેમજ ગામમાં અને સગા સબધીઓમાં તપાસ કરવા છતા અઢી વર્ષની બાળકીનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે મહિલાએ આજે માળીયા પોલીસ મથકે કોઈ અજાણ્યા શખ્સ સામે પોતાની માસૂમ પુત્રીનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે