
મોરબી નગરપાલીકામા છેલ્લા બે વર્ષ દરમ્યાન નગરપાલિકા પ્રમુખ દ્વારા કલમ ૪૫ ડી મુજબ કરેલ કામ અને ખર્ચ જાહેર કરવા કોગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજયગુરુની માંગ
મોરબી નગરપાલિકા માં છેલા બે વરસ દરમ્યાન ભાજપ ના શાસનમાંઅતિશય ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી નગરપાલિકા. નિયમોને મૂકી કામગીરી અને વહીવટ કરવામાં આવેલ છે નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૪૫ ડી મુજબ આપાતકાળમાં નગરપાલિકાના પ્રમુખશ્રીને મળેલ અધિકાર અન્વયે ખર્ચ કરી શકે છે પરંતુ કરેલ ખર્ચ જનરલ બોર્ડમાં મંજુર કરાવવાનો હોય છે અને એ કામ કેમ જરૂરી છે તેનો અહેવાલ આપવો જરરી છે પરંતુ નગરપાલિકા માં છેલ્લા બેવર્ષમાંપ્રમુખશ્રીએ ૪૫ ડી મુજબ કરેલા ખર્ચ જનરલ બોર્ડમાં ચુટેલા સદસ્ય શ્રીઓએ નામંજૂર કરેલ છે મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રીએ કલમ 45ડી મુજબ ક્યા ક્યા કામો કરેલા છે કયા કયા વિસ્તારમાં કામો કરેલા છે કેટલો ખર્ચ આ કામોમાં કરવામાં આવેલ છે ખરેખર આ કામો કરેલા ત્યારે આપાતકાલ હતો ખરો જો તે સમયે આપાતકાળ હોય તો ક્યા સમય દરમિયાન હતો તે તમામની જાણકારી મોરબી શહેરની નગરપાલિકામાં ટેક્સ ભરતી પ્રજાને જાણવાનો પૂરો અધિકાર છે કારણ કે આ જે કંઈ કામો થયા છે તે પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયાથી થયા છે ત્યારે મારી મોરબી નગરપાલિકાના વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રી ને રજૂઆત છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખશ્રીએ નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કલમ ૪૫ ડી મુજબ કરેલા કામોની અને કરેલ ખર્ચ કયા કયા કામો કયા કયા વિસ્તારમાં તેની યાદી પ્રજાની જાણકારી માટે નોટિસ બોર્ડ અને દૈનિક વર્તમાન પત્રમાં જાહેર કરવા માટે માગણી છે આ યાદી જાહેર કરવામાં નહીં આવે તો ના છૂટકે નગરપાલિકા સામે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ના છૂટકે ન્યાયાલયમા ન્યાય માટે જવાની ફરજ પડશે માટે મોરબીની પ્રજાની લાગણીનેમાંગણી સમજીને નગરપાલિકા પ્રમુખશ્રીએ કલમ ૪૫ ડી નો કરેલા ગેર ઉપયોગનો અહેવાલ વહેલી તકે જાહેર કરવા મોરબી જીલ્લા કોગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી મહેશ રાજ્યગુરુ એ જણાવ્યુ હતુ