મોરબી જીલ્લાના વાકાનેરના પંચાસીયા ગામના યુવાનને બંદુક સાથે ઈન્સટાગ્રામમા વીડીયો મુકવો ભારે પડયો એસઓજીએ ઉપાડી લીધો જુઓ કેવો બનાવ્યો હતો વીડીયો

મોરબી જીલ્લાના વાકાનેરના પંચાસીયા ગામના યુવાનને બંદુક સાથે ઈન્સટાગ્રામમા વીડીયો મુકવો ભારે પડયો એસઓજીએ ઉપાડી લીધો જુઓ કેવો બનાવ્યો હતો વીડીયો

હોશીયારી કરનારા ચેતી જાજો… વાકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં બંદુક સાથે એટયુટીટ વીડીયો બનાવી સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાના ધારક સામે ગુન્હો નોંધાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના અનુસંધાને એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમા વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા એ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર- mukeshkoddhyaan માં હથીયાર સાથેનો વીડીયો અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ કોન્સટેબલ સામંતભાઇ રાયધનભાઇ કુછીયા નાઓને મળેલ બાતમી આધારે આ યુઝર આઇ.ડી. વાળા ઇસમનું નામ સરનામું મેળવી પંચાસીયા ગામે એસ.ઓ.જી,ટીમ સાથે તપાસ કરતા પોતે ઉપરોક્ત યુઝર આઇ.ડી.માં બીજાના પરવાના વાળા હથિયારના ફોટા પોસ્ટ કરનાર આરોપી અને હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે જેમા આરોપી વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા જાતે દેવીપુજક ઉવ.૨૨ ધંધો-ખેતી રહે. પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી એ ઈન્સટાગ્રામમા વીડીયો અપલોડ કર્યો હતો અને આરોપી હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા જાતે દેવીપુજક ઉવ.૬૫ ધંધો ખેતી રહે.પંચાસીયા તા.વાંકાનેર જી મોરબી વાળાનુ પરવાનાવારુ હથીયાર હતુ જેથી
પરવાનાવાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૬૦,૦૦૦/- (૨) રેડ મી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મુદામાલ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમા એમ પી.પંડ્યા પોલીસઇન્સ્પેક્ટરએસ.ઓ.જી તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.આર કેસરીયા તેમજ એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી તથા પો.હેડ કોન્સ મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા આશીફભાઇ રાઉમા માણસુરભાઇ ડાંગર કમલેશભાઇ ખાંભલીયા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here