મોરબીના રામધન આશ્રમ દ્વારા શ્રમજીવી ગરીબ પરિવારોને ભોજન સાથે રાશનકીટ અર્પણ કરી માનવતા મહેકાવી જુઓ વીડીયો

મોરબીના રામધન આશ્રમ દ્વારા શ્રમજીવી ગરીબ પરિવારોને ભોજન સાથે રાશનકીટ અર્પણ કરી માનવતા મહેકાવી જુઓ વીડીયો

કુદરતી આફતોમા હર હમેશા મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્ર્વરીબેન તેમજ રતનેશ્ર્વરીબેન અને મુકેશભગત સહિતના સ્વયંમસેવકો ખડેપગે રહી સેવાઓ પુરી પાડયા હોવાના અનેક ઉદાહરણો છે ત્યારે કુદરતી આફતોથી બચી ગયા પછી શ્રમજીવી પરીવારોને ભોજન કરાવી અને રાશનકીટ અર્પણ કરવામાં આવી હતી રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીબેન તેમજ રતનબેનના સાનિધ્યમાં સ્વયંસેવકો, બહેનોએ સેવાકાર્ય કર્યું હતું

આ તકે મીડિયા કર્મીઓ, પોલીસ, આર્મી, પીજીવીસીએલ તંત્ર, એનડીઆરએફ, વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ જે સુંદર કામગીરી કરી છે તેની સેવાને પણ બિરદાવી હતી અને માનવતા મહેકાવનાર તમામને રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્ર્વરીબેન અને સ્વયંવ સેવકોએ અભિનંદન પાઠવ્યા છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here