કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામે કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન દ્રારા વિશ્ર્વ ઉંટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી જુઓ વીડીયો

કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામે કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન દ્રારા વિશ્ર્વ ઉંટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી

આ ભવ્ય કાર્યક્રમમા મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વર્ષામેડી અને વવાણીયા ગામના માલધારી જત ફકીરાણી સમાજના અગ્રણી કારુભાઈ જત માલધારી ભાઈઓ બહેનો સાથે ઉપસ્થિત રહયા હતા

કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામે કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન દ્રારા વિશ્ર્વ ઉંટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી આ કાર્યક્મમા કચ્છ અને સૌરાષ્ટ્રના આશરે ૧૮૦ જેટલા માલધારી ભાઈઓ અને બહેનો હાજર રહયા હતા કાર્યક્રમની શરુઆત ઉંટડીનુ પુજન કરી કરવામા આવ્યુ હતુ ત્યારબાદ ઉંટો માટે આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૨૭૫ જેટલા ઉંટોની સારવાર કરી રસી મુકવામા આવી હતી તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો ત્યારબાદ સાધારણ સભા રાખી સંગઠનને મજબુત બનાવવા ઉટોના ચરીયાણ અને ચેરિયા વિશે રણનિતિ નકકી કરવામા આવી હતી આ વિશ્ર્વ ઉંટ દિવસની ઉજવણીમા મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વર્ષામેડી અને વવાણીયા ગામથી જત ફકીરાણી માલધારી સમાજના અગ્રણી કારુભાઈ ખમીશાભાઈ જત માલધારી ભાઈઓ બહેનો સાથે કાર્યક્રમમા ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી આશાભાઈ રબારી માજી પ્રમુશ્રી દિકાભાઈ રબારી અને જોડીયા જીલ્લા સમિતિના કારોબારી અધ્યક્ષ શરીફાબેન ઉમરભાઈ જત દ્રારકાના લખમાબેન નગાભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમનુ સમગ્ર સંચાલન રબારી વજુબેન અને મંત્રી માંડાભાઈએ કર્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here