
માળીયા મિંયાણા શહેરમા પોલીસ સ્ટેશનની સામે અંબિકા જવેલ્સની દુકાનમા મધરાતે પોલીસને ઉંધતા રાખી તસ્કરો અઢી તોલા ચાંદીના આભુષણો સહિત બે લાખની મતા ઉસેડી પોલીસની આબરુના ધજાગરા કર્યા જુઓ વીડીયો
તસ્કરો મુખ્ય બજારમા આવેલી દુકાનમા ધુસી ખુલ્લા દરવાજા રાખી બિનદાસ રીતે નિરાતે ચોરી કરી પોલીસને પડકાર ફેકતા હોવાનો સીસીટીવી કુટેજ વીડીયો આવ્યો
માળીયા મિંયાણા શહેરમા છેલ્લી પાંચ પેઢીથી વસવાટ કરી જવેલર્સની દુકાન ચલાવતા સોની પરીવારની માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનની સામે જ આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનના સોની વેપારી નિલેશ ચંદ્રકાંતભાઈ રાણપરાની દુકાને મધરાત્રીના રાત્રીના આશરે બે વાગ્યે ચાર તસ્કરોએ દુકાનના તાળા તોડી દરવાજા ખુલ્લા રાખી બિનદાસ રીતે ચોરી કરવાના ઈરાદે દુકાનમા રહેલા અઢી કિલ્લો જેટલા ચાંદિના આભુષણો અને એકગ્રામના અભુષણો ચોરીને આરામથી દરવાજા ખુલ્લા રાખી રફુચકર થઈ ગયા હતા ત્યારે સવારના સમયે સોની વેપારી નીલેશભાઈ રાણપરાને બનાવની જાણ થતા સીસીટીવી કુટેજ જોઈને દુકાનમા ચોરી થયા અંગેની જાણ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમા કરતા પોલીસ બનાવ સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા મોરબી એલસીબી ટીમ ધટના સ્થળે દોડી આવી હતી
આ ચોરીનો બનાવ પોલીસ સામે પડકાર અને પોલીસની આબરુના લીરા ઉડાડી નાખે તેવો છે કારણ કે સીસીટીવી કુટેજ જોતા આવી રીતે કોઈપણ જાતના ડર રાખ્યા વગર આરામથી નિશાચરો ચોરી કરી રહયા છે ત્યારે નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ કયા હતી અને બનાવ સ્થળેથી પોલીસ મથક માત્ર પચ્ચાસ મીટરથી પણ ઓછા અંતરે છે અને સોની વેપારીની દુકાનનો દરવાજો પણ પોલીસ મથકની સામે જ છે ત્યારે પોલીસને ઉંધતી રાખી આરામથી ચોરી કરનાર તસ્કરોએ પોલીસ સામે પડકાર ફેકી ખાખીની આબરુના ધજાગરા કર્યા હોવાની લોકચર્ચાએ જોર પકડયુ હતુ