
મોરબી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર રેઢી બ્રેજા કારમા ઈંગલીંશ દારુનો જથ્થો મળીને કુલ રૂ.૫,૨૬,૫૧૦/-નો મુદામાલ કબજે કર્યો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજા નાઓની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી મોરબી સીટી એ ડીવીઝન.પોલીસ.સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ મા હોય દરમ્યાન સ્ટાફ ના માણસો પોલીસ.કોન્સટેબલ હિતેષભાઇ ચાવડા તથા પોલીસ.કોન્સટેબલ તેજાભાઇ ગરચર નાઓ પોલીસ કર્મચારીને ખાનગીરાહે હકિકત મળેલ કે ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા વાળો પોતાની બ્રેઝા કાર મા ઇગ્લીશદારૂ રાખી હેરફેર કરેછે. તેવી હકિકત મળતા હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૫૬ કિ.રૂ.૨૬૫૧૦/- નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી હાજર નહી મળી આવતા ઇગ્લીશ દારૂ ની બોટલો તેમજ બ્રેજા કાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા આરોપી પાસેથી (૧)રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કી સીલબંધ બોટલ નંગ-૩૮ (૨)મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ની સીલબંધ બોટલો નંગ-૧૮ (૩) બ્રેજા ફોર નં જીજે-૩૬-એલ ૩૧૨૦ ની કિ રૂ ૫,૦૦,૦૦૦/ આમ કુલ બોટલો નંગ-૫૬ કિ.રૂ.૨૬૫૧૦/- તથા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલરૂ.૫,૨૬૫૧૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમા પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ.સબ.ઇન્સપેકટર કે.એચ.ભોચીયા તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પોલીસ.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચર તથા સિધ્ધરાજભાઇ લોખીલ સહિતનાઓએ કરી હતી