
માળીયા મિંયાણા સુન્ની મુસ્લીમ જમાતે દોઢ વર્ષ પહેલા નાઈટ પેટ્રોલિંગ પોઈન્ટ મુકવા લૈખિત રજુઆત કરી હતી પોલીસે ગંભીરતા નહી લેતા સોની વેપારીની દુકાન તુટી
“ચોર મચાયે સોર” અગાઉ પણ દરગાહો મંદિરોમા ચોરી થયાના બનાવથી સુન્ની મુસ્લીમ જમાતે જીઆરડી પોઈન્ટ મુકવા રજુઆત કરી હતી
માળીયા મિંયાણા શહેરની મુખ્ય બજારમા પોલીસ સ્ટેશનની સામેજ અંબિકા જવેલર્સ નામની સોનીની દુકાનમા ચાર ચોરે તરખડાટ મચાવી મધરાતે આરામથી બે થી અઢી કિલ્લો ચાંદીના આભુષણોની ચોરી કરી આરામથી રફુચકકર થય ગયા હતા અને આ ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામા કેદ થયો હતો આ બનાવમા ચોરી કરતા ચોરટાઓના મોઢા ખુલ્લા રાખી બિનદાસ રીતે ચોરી કરી નાશી ગયાને આજે ચાર દિવસ થયા છતા પોલીસ ચોરટાઓને પકડવા નિષ્ફળ નીવડી છે આ બનાવ પોલીસ મથકની એકદમ સામે જ બન્યો હોવાથી નિશાચરોએ પોલીસની આબરુના લીરેલીરા ઉડાડી નાખ્યા છે છતા માળીયા મિંયાણા પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોર પકડાયા નથી પોલીસે બે કિલ્લો ચાંદીના આભુષણોના ભાવ ચોપડે માત્ર રુ ૪૫૦૦૦ જ બતાવ્યા છે ત્યારે મોરબી જીલ્લા એલસીબી ટીમ અને એસઓજી ટીમે આ ચોરીના બનાવને ગંભીરતાથી લઈને રાત દિવસ ચોરટાઓને પકડવા દોડધામ કરી રહી હોવાનુ લોકોમા ચર્ચાય રહયુ છે તો પછી સ્થાનિક પોલીસ કેમ હાથ પર હાથ ધરીને બેઠી છે તેવો લોક પ્રશ્રો ઉઠયા છે અગાઉ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા ડી સ્ટાફ ટીમ અને અમુક સક્રિય હેડ પોલીસ કોન્સ્ટેબલ સારી કામગીરી કરી રહયા હતા તેને પોલીસ સ્ટાફની અંદરો અંદરની દેખાદેખીના કારણે હેડ કવાટરમા મુકી દેવામા આવ્યા છે જો પહેલાની સક્રીય ડી સ્ટાફ ટીમ ફરજ પર હોત તો અત્યાર સુધી ચારેય ચોર પોલીસના સકંજામા હોત તેવી ચર્ચાએ જોર પકડયુ છે
માળીયા મિંયાણા સુન્ની મુસ્લીમ જમાતે સને ૨૦૨૧ મા ચોરી કરનાર ટોળકી સક્રિય બનતા સાંઈ હાશમશા પીર-જુસબપીરની દરગાહે ચોરીના બનાવ બન્યા હોવાથી ચોરીના બનાવ ન બને તેના માટે નાઈટ પેટ્રોલીંગમા જીઆરડી પોઈન્ટ રાખવા માટે તા ૯-૧૧-૨૦૨૧ મા સુન્ની મુસ્લીમ જમાતે લૈખિત રજુઆતમા માળીયા મિંયાણાના વાગડીયા દરવાજે-એસ.બી.આઈ.બેંક ચોક-રાધા કૃષ્ણ મંદિર જુમ્મા મસ્જીદ ચોક-શરણેશ્ર્વર મહાદેવ મંદીર- માતમચોક- રેફરલ હોસ્પીટલ સંત કબીર આશ્રમ મામલતદાર ઓફીસ સહિતના જરુરી દેખાતા સ્થળે રાત્રી દરમ્યાન યુધ્ધના ધોરણે પોઈન્ટ મુકવા લૈખીત રજુઆત કરાઈ હતી પરંતુ આ રજુઆતને ગંભીરતાથી ધ્યાને ન લેતા માળીયા મિંયાણામા અંબિકા જવેલર્સની દુકાને ચોરીનો બનાવ બન્યો છે જેમા પોલીસની ઢીલીનિતિ જ જવાબદાર છે તેવુ શહેરીજનો પાસેથી જાણવા મળ્યુ છે