મોરબી શહેરમાં ચોમાસાના પહેલા જ વરસાદે નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ ખોલી પાલીકાની આબરુના લીરા ઉડયા જીલ્લા કોગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ જુઓ વીડીયો

મોરબી શહેરમાં ચોમાસાના પહેલા જ વરસાદે નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ ખોલી પાલીકાની આબરુના લીરા ઉડયા જીલ્લા કોગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ

મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે મોરબીમાં કચરા કલેક્શન હોય કે સીટી બસની સેવા હોય કે છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવાની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણીની સમસ્યા આ તમામ સમસ્યા ઉકેલવામાં ભાજપનુ શાસન હોય કે વહીવટદારનુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન છે. ત્યારે મોરબી પાલિકાની દ્વારા પ્રિ મોનસુનની કામગીરી કેવી કરવામાં આવી તે મોરબીમાં પ્રથમ ચોમાસાના વરસાદમાં પાલીકાનિ આબરુના લીરા ઊડી ગયા છે

મોરબીમાં જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે. પ્રજાના ટેક્ષના લાખો રૂપિયા પ્રીમોનસુનની કામગીરી કરી પણ એ કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામના આવી તેવી પ્રથમ વરસાદમાં જોવા મળી લાતી પ્લોટ, સામાકાંઠા વિસ્તાર, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદના પાણી ભરી ગયા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજાને સુવિધા આપવાની બાંગણા ફુકે છે પણ પાલિકા કે ઘારાસભ્ય પાસે લોકોને સુવિધા આપવાની નક્કર નીતિ નથી જેથી લોકો હેરાન થાય છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here