
મોરબી તાલુકાના ટીંબડી પાસે એકસીસ બેંક અને પીપળી પાસેની સેન્ટ્રલ બેંક ઓફ ઈંન્ડીયા બને બેંકના એટીએમ તોડે તે પહેલા જ મોરબી તાલુકા પોલીસે ત્રીપુટીને દબોચી લીધી
મોરબી તાલુકામાં ટીંબડી ગામના પાટીયા નજીક બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી તાલુકા પોલીસની ટીમે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં એકસીસ બેંક તથા પીપળી ગામ, મનિષ વેબ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થઇ હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો
મોરબી તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ખાનગીરાહે બાતમી હકીકત આધારે સુનિલ છગનભાઇ પરમાર ઉ.વ.ર૧, અનિલ છગનભાઇ પરમાર ઉ.વ.૧૯, જીતેન્દ્ર ગોંવિદભાઇ જાદવ ઉ.વ.૧૯ રહે. ત્રણેય હાલ યસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. રહે, નેવાડી, જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશવાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તથા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પીએસઆઈ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે