માળીયા મિંયાણાના નવલખીબંદર પાસેના જુમાવાડી વસાહતના માછીમાર પરીવારોને કેશડોલ્સ સહાય અને નુકશાની વળતર ચુકવવા કલેકટરને આવેદન પાઠવાયુ..જુઓ વીડીયો

માળીયા મિંયાણાના નવલખીબંદર પાસેના જુમાવાડી વસાહતના માછીમાર પરીવારોને કેશડોલ્સ સહાય અને નુકશાની વળતર ચુકવવા કલેકટરને આવેદન પાઠવાયુ

મોરબી જીલ્લામાં પણ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા હતી જેથી માળીયા મિંયાણાના નવલખીબંદર પાસેના જુમાવાડી વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતી અને તા ૧૩/૦૬/૨૦૧૩ થી ૧૬/૦૬/૨૦૨૩ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની આગાહી હતી જેથી ત્યાંના ૧૨૦૦ થી વધુ લોકોને ન્યુ નવલખી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર થવા માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી ગયા હતા અને જુમાવાડી વિસ્તારમા રહેતા તમામ માછીમાર પરીવારો સ્થળાંતર થઈ ગયેલ હતાં. પરંતુ ૧૨૦૦ થી વધુ લોકોને પ્રાથમિક શાળા ખાતે રહી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ જે લોકોને તેમના સગા-સંબંધીના ઘરે જવું હોય તેને જવા માટે કહેવામા આવ્યું હતું જો કે તા ૧૭/૦૬/૨૦૨૩ ના રોજ તાલુકાની ટીમ દ્રારા કેશડોલ સહાય ચુકવવામાં આવેલ ત્યારે તેમણે માત્ર પ્રાથમિક શાળામાં સ્થળાંતર લોકોને જ સહાય ચુકવી છે જેથી કરીને તેનો તે લોકોએ અસ્વીકાર કરેલ છે અને જુમાવાડી વિસ્તારના તમામ ૧૨૦૦ થી વધુ લોકો કે જેમનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેને કેશડોલ ચુકવવામાં આવે તથા ઘરવખરી નુકશાનીની સહાય ચુકવવામાં આવે તેવી જુસબભાઈ ઓસમાણભાઈ સાંઈચાની આગેવાની હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here