
મોરબી ફુલછાબના બ્યુરોચિફ સુરેશ ગૌસ્વામી અને તેના ત્રણ ભાણેજો અમરનાથમા ભારે વરસાદના કારણે પહેલગાવમા ફસાયા
આપણા દેશની સૌથી મોટી કઠીન પવિત્ર અમરનાથ યાત્રાનો ૧ જુલાઈ થી પારંભ થઈ ગયો છે જે
૩૧ ઓગસ્ટ સુધી ચાલનારી છે જેમા આશરેદશલાખ યાત્રીઓ અમરનાથ દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે જેમા તા ૬ જુલાઈ સુધીમા આશરે એક લાખ જેવા યાત્રીઓએ દર્શનનો લાભ લીધો હતો પરંતુ અમરનાથમા ભારે વરસાદને કારણે તારીખ ૭ જુલાઈ થી યાત્રાળુઓને રોકી દેવાયા છે જેના લીધે બાલતાલ ને પહેલગાવમા સૌરાષ્ટ્ર ગુજરાતના મોટી સંખ્યામા યાત્રીઓ ફસાયા છે યાત્રા ક્યારે શરુ થશે એ વરસાદી વાતાવરણને લીધે અમરનાથ સાઈન બોર્ડ પણ નક્કી કરી શકતુ જેથી યાત્રીઓ ચિંતામા મુકાયા છે ક્યારે યાત્રા શરુ થાઈ અને કયારે અમરનાથ બાબાના દર્શન કરવા જાઈ જેની યાત્રાળુઓ આતુરતાથી રાહ જોઈ રહયા છે આ યાત્રામા મોરબીના ફુલછાબના બ્યુરોચિફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને તેના ત્રણ ભાણેજ અજય વિજય રાજેશપણ અમરનાથ દર્શન કરવા ગયા છે જે હાલે પહેલગાવમા ફસાયેલા છેહવે ફસાયેલા અમરનાથ યાત્રીઓ રાહ જોઈ રહયા છે કે વરસાદી વાતાવરણ સારુ ચોખ્ખુ થાઈ તો આગેકુચ કરી અમરનાથ બાબાના દર્શન કરી શકે તેવુ યાત્રાળુઓ પાસેથી જાણવા મળી રહયુ છે