મોરબી સીટી બી ડીવી વિસ્તાર માં આવેલ ઓફીસમાં જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને રોકડા રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે કાઈમ બ્રાંચે ઉપાડી લીધા
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાઓથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ડી.એમ.ઢોલે સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના એ.એસ.આઈ. રામભાઇ મંઢ ભરતસિંહ ડાભી ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને હકીકત મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજા રહે,મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેર.કાયદેસર.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે ઓફીસમાં રેઇડ કરતા પાંચ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો જેમા આરોપીઓ મુકેશ જેરામભાઇ રાંકજા રહે.મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે.ગારીયા તા.વાંકાનેર જી,મોરબી હસખુમભાઇ બાબુભાઇ ધુમલીયા રહે.મોરબી પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા રહે.મોરબી મહેન્દ્રનગર પીપળવાસને પોલીસે ઝડપી લીધા હતા તેમજ આરોપી મહેશભાઇ પટેલ રહે.મોરબી પંચાસર રોડ ને પકડવા તપાસ હાથ ધરી હતી
આ કામગીરીમા અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા પોલીસ.સબ.ઇન્સપેકટર. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા