
મોરબીના લુટાવદર ગામે કાલે હિન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત વૈયાપીરનો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે
મોરબી તાલુકાના પીપળીયા ચોકડી નજીક આવેલ લુટાવદર ગામે હઝરત વૈયાપીરની દરગાહ શરીફે રવીવાર તા ૯-૭-૨૦૨૩ના રોજ હિન્દુ મુસ્લીમ એકતા સાથે ઉર્ષમુબારકની હર્ષોઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરવામા આવશે આ ખુશીના પ્રસંગે સવારે ૯:૦૦ કલાકે મિલાદશરીફ તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે ન્યાઝશરીફનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેથી તમામ શ્રધ્ધાળુઓને પધારવા અને શવાબ હાંસીલ કરવા લુટાવદર હઝરત વૈયાપીર સેવા કમીટીએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે