મોરબી તાલુકાના હળવદ રોડ નીચીમાંડલ પાસે બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના ત્રિપુટી આરોપીને ગણતરીના કલાકોમા તાલુકા પોલીસે ઉપાડી લીધા

મોરબી તાલુકાના હળવદ રોડ નીચીમાંડલ પાસે બીસ્કોન સીરામીક પાસે થયેલ ખુનના ગુન્હાના ત્રિપુટી આરોપીને ગણતરીના કલાકોમા તાલુકા પોલીસે ઉપાડી લીધા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૫૨૩૧૨૬૨૪૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨ ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૦/૦૭/૨૦૨૩ ના કલાક ૨૨:૩૦ વાગે વાગ્યે જાહેર થયેલ આ કામે ફરીયાદી રણજીતભાઇ પરવાસીચા મોલ જાતે સબર અનુ,જન જાતિ ઉ.વ.૪૧ ધંધો મજુરી રહે.હાલ સીમસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં, વધાસીચા ટોલનાકાથી મોરબી તરફ, તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ ચીપતસ્તીઆ પોસ્ટ ભંજપુર થાના તાલુકા બારીપદા જી.મયુરભંજ ઓરીસ્સાવાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, આ કામેના મરણજનાર ટીક્કીસીંગ ચૈતન્યસોંગ બીસ્કોન સિરામીક કારખાનામાં જવા માગતો હોય ત્યારે બીસ્કોન સીરામીકમાં સીક્યોરીટી તરીકે કામ કરતા આરોપી મહેશભાઇ વશુનીયાએ તેને રોકતા ઝઘડો થયેલ બાદ આરોપી મહેશ વસુનીયાએ આરોપી રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ બાદ આરોપીઓએ મરણજનારને હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી, જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત નંબરથી ગુન્હો રજીસ્ટ્રર કરી તપાસ હાથ ધરાઈ હતી

મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રીપાઠી તથા શ્રી પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ મોરબીનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી મોરબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ હતી દરમ્યાન આ કામના આરોપીઓ રાજેન્દ્ર સન ઓફ બનેસિંહ પુલજી ગુર્જર ઉ.વ.-૨૮ ધંધો-સીકયુરીટી ઇન્ચાર્જ તથા હોટલનો રહે.અમરપુરા ખાકરા તેજા પંચાયત તા બ્યાવરા પોસ્ટ- માલાવર, જી,રાજગઢ એમ પી હાલ ગુર્જર હોટલ, આંદરણા ગામ પાસે, તા.જી મોરબી મહેશ સનઓફ ભુરાભાઇ લાલાભાઇ વસુનીયા જાતે-આદીવાસી ઉ.વ.-૨૭ ધધો-સીકયુરીટી રહે ભુરીઘાટી,તડવી ફળીયુ પાંચ પીપળા પંચાયત તા પેટલાવદ પોસ્ટ- બેકલદા, જી.જાંબુઆ એમ.પી હાલ બીસકોન સીરામીક ફીક્રટરીમાં, નીચીમાંડલ, પાસે મોરબી અબરાર ઉર્ફે ઇરફાન સનઓફ રઇશખાન કુરેશી મુસ્લીમ ઉ.વ.-૨૩ ધંધો-સીકયુરીટી રહે કટવર સાહીપુર તા લાલગંજ થાસુ-જેઠવારા પોસ્ટ-લેપુર જી પ્રતાપગઢ યુ.પી હાલ- ગુર્જર હોટલ, આંદરણા ગામ પાસે, તા.જી.મોરબી મળી આવતા પોલીસ.સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ સદરહુ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી મજકુર આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા મજકુર આરોપીઓને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓને ઝડપી લેવાની કામગીરીમા કે.એ વાળા પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ.સ્ટેશન તથા ડી.એમ ઢોલ પોલીસ.ઇન્સપેકટર એલ.સી.બી મોરબી તથા મોરબી તાલુકા પોલીસ.સ્ટેશન તથા મોરબી એલ.સી.બીના અધિકારી અને પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં રોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here