
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ છેતરપીંડીના ગુનામાં છેલ્લા અગીયાર વર્ષથી પોલીસથી નાસતા ફરતા રાજસ્થાની આરોપી ઠાકરશી રાજપુરોહિતને એસ.ઓ.જી ટીમે ઉપાડી લીધો
મોરબી એસ.ઓ.જી.ટીમના પી.આઈ મયંક પંડયાની ઉત્સકૃષ્ટ કામગીરીથી પ્રભાવિત થયને તાજેતરમા મંત્રીશ્રી હર્ષકુમાર સંધવીના હસ્તે શોર્ય સન્માન આપી સન્માનિત કરવામા આવ્યા હતા
મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરના તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલનાઓને હકીકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.ના ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૪૧/૨૦૧૨ આઇ.પી.સી. કલમ-૪૦૭,૪૬૫,૪૬૮ વિ. ના કામે ફરીયાદીના સેલ્વી સીરામીક માંથી ટાઇલ્સની પેટી નંગ-૨૬૬૫ કિ.રૂ. ૨,૪૬,૩૭૦/- ની ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુદ્દામાલ ઓળવી જવાના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી બાડમેર રાજસ્થાન વાળો હાલે અનુજા ગામ જી.પાટણ છે. સદર હકીકત વાળા સ્થળે જઇ વોચ કરતા હકીકત વાળો નાસતો ફરતો મજકુર ઇસમ મળી આવતા તા.૧૮/૦૭/૨૦૧૩ ના કલાક ૧૭/૩૦ વાગ્યે સીઆર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આગળની કાર્યવાહી કરવામા આવી હતી
ઠાકરશી ઉર્ફે ગણેશભાઇ સઓ શીવસિંહ રાજપુરોહિત ઉ.વ.૪૦ ધંધો વેપાર તથા ખેત મજુરી રહે.હાલ અનુજા ગામ તા.સરસ્વતી જી.પાટણ મુળ રહે મીએ-કા તળા પુરોહિતા કા પાળા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વાળા આરોપીને ઝડપી લીધો હતો આ કામગીરીમા
એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પોલીસ સબ.ઇન્સપેકટર એમ.એસ.અંસારી તેમજ પોલીસ.સબ.ઇન્સપેકટર કે.આર કેસરીયા તેમજ એ એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર તથા આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચોયુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા