મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારી દંડ પેટે રૂ.૬૫,૫૫૦ને ચુક્વવા નામદાર ચિફ કોર્ટનો આદેશ

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારી દંડ પેટે રૂ.૬૫,૫૫૦ને ચુક્વવા નામદાર ચિફ કોર્ટનો આદેશ

મોરબીમાં આરોપી એજાઝ દિલાવ૨ભાઈ ખોખરે ફરિયાદી ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રીવેદી પાસેથી હાથ ઉછીના રૂા. પપ,૦૦૦ લીધા હતા. અને તે ૨કમ ભાવિનભાઈએ પરત માંગતા આરોપી એજાઝએ રૂા. ૫૫,૦૦૦નો ચેક ભાવિનભાઈને આપ્યો હતો. જે ચેક રીર્ટન થતાં ભાવિનભાઈએ મો૨બીની કોર્ટમાં ફોજદારી કેસનં.૩૩૮૧/૨૦૨૧ થી ફરીયાદ દાખલ કરેલ હતી

આ કેસની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન વી બડમલીયા દ્વારા ધારદાર દલીલ તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈને મો૨બીના એડીશનલ ચીફ જયુડીશીયલ. મેજીસ્ટ્રેટશ્રી જે. વી.બુધ્ધએ તા.૦૬ ના રોજના આરોપી એજાઝ દિલાવ૨ભાઈ ખોખ૨ને એક વર્ષની સજા કરી હતી. તથા ચેકની રકમ રૂા.૬૫,૫૫૦ને દંડ ફટકાર્યો હતો. અને જો આરોપી દંડની ૨કમ ભરવામાં કસુ૨ કરે તો આરોપીને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ક૨વામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી ત૨ફે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગ૨ચ૨ તથા અનીલ ગોગરા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here