મોરબી જીલ્લાના વાંકાનેરમા જપ્ત થયેલ ૬૯ લાખના મુદામાલ ઈંગલીંશ દારુનો નાશ કર્યો જુઓ વીડીયો

મોરબી જીલ્લાના વાંકાનેરમા જપ્ત થયેલ ૬૯ લાખના મુદામાલ ઈંગલીંશ દારુનો નાશ કર્યો જુઓ વીડીયો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી વિવિધ રેડમાં ઝડપી લેવામાં આવેલ ૬૯ લાખથી વધુના દારૂના જથ્થાનો પોલીસે આજે નાશ કર્યો હતો દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું

વાંકાનેર તાલુકા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓક્ટોબર ૨૦૨૨ થી જુન ૨૦૨૩ સુધીમાં અલગ અલગ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હોય જે જથ્થાનો નાશ કરવાની કોર્ટ તરફથી મંજુરી મળતા આજે વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા ગામ અને રંગપર ગામ વચ્ચેના જુના પડતર ડામર રોડ ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના કુલ ૧૭ ગુનામાં ઝડપાયેલ દારૂની બોટલ નંગ ૨૫,૫૨૭ કીમત રૂ ૬૬,૫૭,૪૮૧ અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૦ ગુનામાં ઝડપાયેલ ૯૫૦ બોટલ કીમત રૂ ૩,૨૮,૧૯૫ મળીને કુલ ૨૬,૪૭૯ દારૂની બોટલ કીમત રૂ ૬૯,૮૫,૬૭૫ ની કિમતનો દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

જે દારૂનો નાશ કરતી વેળાએ વાંકાનેર પ્રાંત અધિકારી એ એચ શેરશીયા નાયબ પોલીસ અધિક્ષક પી એ ઝાલા, સબ ઇન્સ્પેકટર, નશાબાંધી અને આબકારી ખાતું રાજકોટ એસ આર મોરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી પી ગોલ, વાંકાનેર સીટી પીઆઈ પી ડી સોલંકી, વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા સહિતના અધિકારીની હાજરીમાં રોલર ફેરવી નાશ કરાયો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here