
મોરબી નગરપાલિકા વિસ્તારના વોર્ડ ૩ મા આવેલ રામકૃષ્ણ નગર પ્રત્યે ઓરમયું વર્તન….મહેશ રાજ્યગુરુ
મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડ ની નગરપાલિકા લોકો ને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે
મોરબી પાલિકાની ચૂંટાયેલ ભાજપની બોડીએ પ્રજાકીય કોઈ કામ કર્યા નથી પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધા અને હાલ વહીવટદાર મારફત નગરપાલિકા ચાલે છે પણ પ્રજા ને કોય ફાયદો નથી અવાર નવાર લોકો લેખિત તેમજ મોખીત ફરિયાદ કરી ને થાકી ગયા પણ પાલિકા ને પ્રજા ની સુવિધા આપવા માટે કોઈ કામગીરી કરવા નુ મન નથી થતું
મોરબી ના વોર્ડ નંબર 3 માં આવેલા રામ કૃષ્ણનગર માં છેલા ઘણા સમય થયા ભૂગર્ભ ગટરની સમસ્યા છે કુંડી ખુલી છે અંદર કચરા પડિયા છે લોકો ના ઘર માં ગટર ના ગંદા પાણી ભરાય છે તેના કારણે લોકો માં રોગચાળા નો ભય રહે છે લોકો ને આ ખુલી ગટર થી ડર પણ લાગે છે કે નાના બાળકો રમતા રમતા ખુલી કુંડી માં પડી જસે તો આવો ભય પણ સતાવે છે પ્રજા પરેશાન છે ત્યારે મોરબી પાલિકા ના હાલ ના વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર ને વિનતી કે આ વિસ્તાર માં પ્રજા ની સુવિધા માટે કામગીરી કરી લોકો ને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ની માંગણી છે