મોરબી વીસીપરા કસબા જમાત આયોજીત શોહદા એ કરબલાની યાદમા “એક બુંદ અલી અસગર કે નામ” બ્લડ ડોનેશન કેમ્પમા હિન્દુ મુસ્લીમના ૨૨ યુવાનોએ રકતદાન કર્યુ..જુઓ વીડીયો

મોરબી વીસીપરા કસબા જમાત આયોજીત શોહદા એ કરબલાની યાદમા “એક બુંદ અલી અસગર કે નામ” બ્લડ ડોનેશન કેમ્પમા હિન્દુ મુસ્લીમના ૨૨ યુવાનોએ રકતદાન કર્યુ

આ બ્લડ ડોનેશન કેમ્પમા મોરબી સંસકાર બ્લડબેંક અને સીવીલ હોસ્પીટલનો નર્સિંગ સ્ટાફે જરુરી સહયોગ આપ્યો હતો

તાજેતરમા મહોરમના માતમનો તહેવાર ચાલી રહયો છે ત્યારે ઠેર ઠેર હઝરત આકા હશન હુશેનની યાદમા શબીલોમા યા હશન યા હુશેનના નારાઓ સાથે ન્યાઝ વિતરણ કરવામા આવી રહયુ છે અને મુસ્લીમ મોહલ્લોમા જંગે કરબલાની યાદ તાજી કરાવવા દશ દિવસ સુધી દરેક વિસ્તારની કમીટીઓ દ્રારા વાએઝ શરીફના કાર્યક્રમો રાખવામા આવ્યા છે

ત્યારે મોરબી વીસીપરા કસબા જમાત આયોજીત શોહદા એ કરબલાની શાનમા ગમે આકા હશન હુશેનની યાદમા “એક બુંદ અલી અસગર કે નામ” વીસીપરા બિલાલી મરજીદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ કેમ્પમા હઝરત અલી અસગરની યાદમા હિંન્દુ મુસ્લીમના ૨૨ યુવાનોએ રકતદાન કરી એકતાનો સંદેશ પાઠવ્યો હતો આ કેમ્પમા મોરબી સંસ્કાર બ્લડબેંકના અને સીવીલ હોસ્પીટલનો નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી જરુરી સહયોગ આપ્યો હતો વીસીપરા કસબા જમાત તેમજ મિંયાણા સમાજના અગ્રણી હુશેનભાઈ ભચુભાઈ ભટ્ટી અલીયાશભાઈ વીરાભાઈ નોતીયાર તાજમામદભાઈ ભટી કરીમભાઈ જામ સહિતના સેવાભાવી કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here