
મોરબીમા મહોરમના તહેવાર નિમિતે અગીયાર કલાત્મક તાજીયાનુ વિશાળ ઝુલુસ નીકળ્યુ ઠેર ઠેર ન્યાઝ વિતરણ સાથે હિન્દુ મુસ્લીમ એકતાના દર્શન થયા હતા
આ છે અમારુ GJ36 મોરબી નગર દરવાજા ચોકમા તાજીયા વિસર્જન સમયે ભાજપ કોગ્રેસ આમ આદમી પાર્ટી સહિત હિન્દુ મુસ્લીમ અગ્રણીઓ ઉપસ્થિત રહી એકતાનો સંદેશ પાઠવતા શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયા બાપુએ તમામનો આભાર માન્યો હતો
મહોરમના માતમના તહેવારમા જયારે સચ્ચાઈ અને ઝુલ્મ સામેની કરબલાના મેદાનમા બાવીસ હજાર યજીદ લશ્કર સામે ૭૨ સૈયદોએ જંગ કરી શહીદ થઈ જતા હઝરત આકા ઈમામ હશન હુશેનની યાદમા દશ મહોરમ સુધી ઠેર ઠેર મુસ્લીમ બીરાદરો દ્રારા જંગે કરબલાની યાદ તાજી કરાવવા અને આકા ઈમામ હશન હુશેનની રાહ પર ચાલવા માટે વાયેજશરીફ ન્યાઝ શરીફના કાર્યક્રમો રાખવામા આવે છે જેમા હિન્દુઓ પણ આ માતમના તહેવારમા કાબીલેદાદ કામગીરી તેમજ બલ્ડ ડોનેશન કેમ્પ અને શબ્બીલોમા પુરતો સાથ સહકાર આપી એકતાનો સંદેશ પાઠવવાનો પ્રયાસ કરે છે
ત્યારે મોરબી શહેરમા મહોરમમા અગીયાર કલાત્મક તાજીયાની સાથે હજારોની મેદનીમા યા હશન યા હુશેનના નારાઓ સાથે વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ અને ઠેર ઠેર શબીલોમા અવનવી વાનગીઓ દુધકોલ્ડ્રીકસ સરબતોના ન્યાઝનુ વિતરણ કરવામા આવ્યુ હતુ તેમજ ખાટકી સમાજ દ્રારા હુશેનીચોકમા ૧૨૦ મણ હલીમ ખીચડાના આમ ન્યાઝનુ વિતરણ કરાયુ હતુ
આ તાજીયા ઝુલુસમા તમામ તાજીયાઓ નગરદરવાજા ચોકમા એકત્ર થયા બાદ મોરબીના શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલ રશીદમીંયા કાદરીએ તાજીયાના વિસર્જન સભા રાખી હતી જેમા હિંન્દુ મુસ્લીમના તમામ રાજકીય અગ્રણીઓ સરકારી અધિકારીઓ સહિતનાઓએ હાજરી આપી હતી તમામ વહિવટીતંત્ર પોલીસ ટીમો નગરપાલીકા જીઈબી સહિતનાનો શહેર ખતીબ હાજી અબ્દુલ રશીદમીંયાબાપુએ આભાર વ્યકત કરી તાજીયાનુ વિસર્જન કર્યુ હતુ